Ahmedabad Accident News: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. અમદાવાદના વિશાલા - નારોલ રોડ પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. શાસ્ત્રીબ્રિજથી પીરાણા વચ્ચેના રસ્તા પર સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું હતું. તેમનું નામ પ્રવીણ પ્રજાપતિ (ઉ.વ.63) હતી.
મોરબીના ટંકારા લતીપર રોડ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. દ્વારકા દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જીજે ૩૬ એફ ૦૭૨૦ અલ્ટો કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં શક્તિ રાજેશભાઈ બારોટ તેના પરિવાર સાથે પરત આવતા હતા તે દરમિયાન ઘટના બની હતી. અકસ્માતમાં નિર્મળાબેન રાજેશભાઈ સોનરાજ(ઉ.૬૫) અને ગૌરીબેન રામકુમાર રેણુકા(ઉ.૭૦) નું મોત થયું ઈજાગ્રસ્ત શક્તિ રાજેશભાઈ બારોટ (ઉ.૩૯), તેમના પત્ની જલ્પાબે(ઉ.૩૦), પુત્રી આસ્થા(ઉ.૯)તુલસી(ઉ.5), જીનલ (ઉ.1.5)ને ઈજા થઇ હતી. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહિસાગરના સંતરામપુર પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના થયા મોત થયા હતા. વડાતળાવ નજીક અજાણ્યા વાહન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક પર સવાર 3 વ્યક્તિના મોત થયા હતા. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું અને 2 લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતું પીકઅપ વાન એસટી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. પીકઅપ વાહન એસટી બસ સાથે અથડાતા પાછળથી આવતું બાઈક પીકઅપ વાન પાછળ અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે ગાંધી હોસ્પિટલ ખસેડાયો હતો.