અમદાવાદઃ સોલા વિસ્તારમાં રહેતી યુવતીને યુવક સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંનેના સંબંધ પાંચ વર્ષ સુધી રહ્યા હતા. બંને ખાનગીમાં મળીને રંગેરલિયાં મનાવતાં હતાં. આ વાતની યુવતીના પિતાને ખબર પડતાં તેમણે યુવતીને પરણાવી દીધી હતી. જો કે છેલ્લાં બે વર્ષથી પ્રેમીએ પ્રેમિકાને ફોન કરવા માંડતાં બંને વચ્ચે ફરી સંબંધ બંધાયા હતા ને પ્રેમી સાથે ભાગી ગઇ હતી.
દ્વારકા પાસેની હોટલમાં બંને રોકાયાં હતાં ને શરીર સંબંધ બાંધ્યા હતા. અલગ અલગ સ્થળે ફર્યા પછી યુવતી તેર દિવસે પરત આવી હતી. ઘરના સભ્યોના ડરના કારણે બંનેએ સોલા વિસ્તારમાં રેલવેના પાટા પર બેસીને વારાફરતી ઝેરી દવા પીને આત્મહત્યાની કોશિષ કરી હતી પણ સફળ નહોતાં થયાં. છેવટે યુવતી ઘરે પાછી ફરી છે ને તેણે પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગે મહિલાની ફરિયાદ આધારે સોલા પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, જે.પી.જાડેજાના જણાવ્યા મુજબ સોલા વિસ્તારમાં રહેતી યુવતીને પાંચ વર્ષથી ભરવાડ યુવક સાથે પ્રેમ સબંધ હતો. પરિવારને જાણ થતાં ત્રણ વર્ષ પહેલા યુવતીને બીજા યુવક સાથે બહાર ગામ લગ્ન કરાવી દીધા હતા. યુવતીએ પણ યુવક સાથેના સબંધ પૂરા કરી દીધા હતા પણ બે વર્ષ પહેલાં યુવકે યુવતીનો ફોન પર સંપર્ક કરીને સંબંધ ફરી સ્થાપિત કર્યો હતો. યુવક પ્રેમિકા સાથે ફોન પર વાતો કરતો હતો અને પોતાની સાથે આવવા કહેતો હતો. યુવતીની ફરિયાદ પ્રમાણે પ્રેમી ધમકી પણ આપતો કે, તું મારી સાથે આવી જા નહીંતર હું મરી જઇશ અને તારા ઘરના સભ્યોને પણ ફસાવી દઇશ.
દરમિયાનમાં યુવતી 18 ઓગસ્ટે પિતાના ઘરે આવી હતી અને પ્રેમી સાથે સૌરાષ્ટ્ર તરફ ભાગી ગઈ હતી. દ્વારકા નજીક હોટલમાં ગયા બાદ યુવકે તેની સાથે શરીર સુખ માણ્યું હતું. યુવતીની ફરિયાદ પ્રમાણે પ્રેમીએ ધમકી આપી હતી કે, કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 13 દિવસ સાથે રહ્યાં પછી બંને જણા 31 ઓગસ્ટે અમદાવાદ પરત આવ્યા હતા. બંનેએ સોલા વિસ્તારમાં રેલવેના પાટા પર બેસીને વારા ફરતી ઝેરી દવા પીને આત્મહત્યાની કોશિષ કરી હતી. આ ઘટના અંગે યુવતીની ફરિયાદ આધારે સોલા પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.