Ahmedabad Airport Advisory: ગાંધીનગરમાં આગામી 10મી જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 શરૂ થઇ રહી છે, આ સમિટને ધ્યાનમાં રાખીને આખા ગાંધીનગરને લોખંડી સુરક્ષામાં ફેરવી દેવામાં આવ્યુ છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર વીવીઆઈપી મુવમેન્ટ જોવા મળશે. જેમાં અનેક દેશના રાષ્ટ્રાધ્યક્ષ અને મંત્રીઓ પણ આવી રહ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટે સામાન્ય મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે.


અમદાવાદ એરપોર્ટે ટ્વીટ કરીને માહિતી આપી છે. આગામી 9થી 12 જાન્યુઆરી દરમિયાન આયોજિત મેગા ઈવેન્ટને ધ્યાનમાં રાખીને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફરી સંબંધિત ઔપચારિકતાઓ અને ફરજિયાત સુરક્ષા પ્રોટોકોલ માટે વધારાનો સમય ફાળવવા મુસાફરોને વિનંતી કરી છે.  એટલે કે જે મુસાફરો ટ્રાવેલિંગ કરી રહ્યા છે તેમણે 9થી 12 જાન્યુઆરી દરમિયાન એરપોર્ટ નક્કી સમય કરતાં વહેલા પહોંચી જવું પડશે. કારણ કે વીવીઆઈવી મુવમેન્ટને કારણે ઔપચારિકતાઓમાં વધારે સમય લાગી શકે છે. જેને લઈને અમદાવાદ એરપોર્ટે એડવાઈઝરી જાહેર કરી છે.


9 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર, એકઝીબીશન સેન્ટર તથા ગીફટ સીટી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા દેશ વિદેશના મહાનુભાવો આવવાના છે, જેને અનુલક્ષીને સુરક્ષા મજબૂત રાખવામાં આવી છે. મહાત્મા મંદિર, એકઝીબીશન તથા ગીફટ સીટી ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જે તે જગ્યાએ ડ્રોન દ્વારા થ્રીડી મેપીંગ કરવામાં આવ્યુ છે તથા જરૂરી સી.સી.ટી.વી. કેમેરા તથા પાર્કીંગમાં પી.ટી. ઝેડ કેમરા તેમજ એન્ટ્રી-એકઝીટ પર કેમરા લગાવવામાં આવ્યા છે. 



ડીપ્લોયમેન્ટ માટે પણ પ્લાનીંગ કરવામાં આવ્યુ છે તેમજ આર.એફ.આઇ.ડી બેઝડ મહાનુભાવોના પ્રવેશ તેમજ મુલાકાતીઓના વાહનોના પાર્કિંગ માટે સીસ્ટમ ઉભી કરવામાં આવી છે. કોમ્યુનિકેશન માટે ફ્રીકવન્સી ચેનલ ઉભી કરી છે. તમામ સ્થળો પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સિકયુરીટી મોનીટરીંગ માટે અલગ અલગ કંન્ટ્રોલ રૂમ તેમજ સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે તથા અમદાવાદ શહેર તથા ગાંધીનગર જીલ્લા પોલીસ એક બીજા સંકલનમાં રહે તે માટે રીપીટર થ્રુ ચેનલ ઉભી કરવામાં આવી છે.


મુખ્ય સ્થળ હાઈ સિક્યુરિટી ઝોન રહેશે



  • મહાત્મા મંદિર

  • એક્ઝિબિશન સેન્ટર

  • ગીફ્ટ સીટી

  • રાજ ભવન


કેવો છે લોખંડી બંદોબસ્ત 



  • 1 ADGP

  • 6 IGP/DIGP

  • 21 SP

  • 69 Dy.SP

  • 233 PI

  • 391 PSI

  • 5520 પોલીસ

  • 100 કમાન્ડો

  • 21 મોરચા સ્ક્વૉડ

  • 8 QRT ટીમ

  • 15 BDDS ટીમ

  • 34 ટ્રાફિક ક્રેઇન 

  • 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં 7હજારથી વધુ વધુ પોલીસ જવાનો તહેનાત રહેશે

  • પ્રધાનમંત્રી અને અન્ય દેશના વડા જે સ્થળે જવાના છે ત્યાં એન્ટી ડ્રોન સિસ્ટમ કાર્યરત રહેશે 

  • ADGP રેન્કના એક અધિકારી બંધોબસ્તનું સુપરવિઝન કરશે 

  • 6 આઇજી - ડીઆઈજી બંધોબસ્તનો મોરચો સંભાળશે 

  • 21 એસપી વાયબ્રન્ટના બંદોબસ્તમાં ફરજ નિભાવશે 

  • ડીવાયએસપી અને પીઆઈ સહિત 7000 જવાનો તહેનાત રહેશે 

  • વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે 6 લેયારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો 

  • મહાત્મા મંદિર, હેલિપેડ, ગિફ્ટ સિટી સહિતની જગ્યાઓ પર પોલીસ ખડેપગે રહેશે.