અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. ત્યારે શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનના 6 પોલીસકર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. PSI સહિત ડીસ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મી સંક્રમિત થયા છે. નોંધનીય છે કે, કોરોના મહામારીમાં અનેક કોરોના વોરિયર્સને ચેપ લાગ્યો છે. જેમાં પોલીસકર્મીઓ પણ મોટી સંખ્યામાં છે.

અમદાવાદમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3628 એક્ટિવ કેસો હતા, જ્યારે 20153 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અમદાવાદમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 1568 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના 161 નવા કેસ નોંધાયા હતા. જ્યારે તેની સામે 191 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ગઈ કાલે 15 કેસ નોંધાય હતા. તેની સામે 14 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ ગઈ કાલે 3 લોકોના કોરોનાથી મોત થયા હતા.