અમદાવાદ એરપોર્ટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ આગામી 17 જાન્યુઆરીથી લઈને  31 મે સુધી  એરપોર્ટ 9 કલાક માટે બંધ રહેશે.  17 જાન્યુઆરીથી 31 મે સુધી સવારે 9 થી સાંજે 6 સુધી રન-વે રિકાર્પેટિંગની કામગીરી થશે. આ માટે 17 જાન્યુઆરીથી લઈને  31 મે સુધી  દરેક ફ્લાઈટો સવારે 8 પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ જ ઓપરેટ કરવામાં આવશે. આ સમગ્ર મામલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અગાઉથી જ જાણકારી આપી દેવામાં આવી છે. જેથી મુસાફરોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.  જણાવી દઇએ કે, 21 મે સુધી 33 જેટલી ફ્લાઈટોને પણ બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત 31 મે સુધી 15 જેટલી ફ્લાઈટોને રિ-શિડ્યૂલ કરી દેવામાં આવી છે. રન-વે પર રિકાપેંટિગની કામગીરી ચાલી રહી છે જેથી આ શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


ઉલ્લેખનીય છે કે જે લોકોએ એડવાન્સ બૂકિંગ કરાવી દીધું છે તેમને તકલીફ ન પડે તે માટે ફ્લાઈટો મર્જ કરવવામાં આવશે. ખાસ કરીને સ્ટાર એરની કિશનગઢ અને ટૂ જેટની પોરબંદર કંડલા ફ્લાઈટને બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત ટૂ જેટની જેસલમેર ફ્લાઈટના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે રિકાપેંટિગની કામગીરીથી એર ઈન્ડિયાની કોઈ પણ ફ્લાઈટ રદ નહી કરવામાં આવે.


દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 4033 કેસ નોંધાયા


ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના કેસે જોર પકડ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી કોરોના સંક્રમિત 4033 કેસ નોંધાયા છે.


 તો  1552 લોકો આ રોગથી સાજા પણ થયા છે. યાદી અનુસાર, હાલમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1216 કેસ નોંધાયા છે. તો , સૂચિ અનુસાર, રાજસ્થાનમાં બીજા સ્થાને છે  જ્યાં . રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 529 કેસ નોંધાયા છે. તો  રાજધાની દિલ્લીમાં ઓમિક્રોનના 513 કેસ હતા અને આ સૂચિ અનુસાર,તે ઓમિક્રોન સંક્રમિત  ત્રીજી સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય બની ગયું છે.


 દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે.કોરોનાના નવા કેસ બાદ હવે સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 23 હજાર 619 થઈ ગઈ છે. જો કે, અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 172 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે.


ઓમિક્રોનના વધતા જોખમ અને કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 151 કરોડ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે દેશમાં કુલ 13 લાખ 52 હજાર 717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એટલે કે ગઈકાલ સુધીમાં 69 કરોડ 15 લાખ 75 હજાર 352 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.