Ahmedabad: આગામી રથયાત્રાને પગલે સરકાર અને વહીવટી તંત્ર સતર્ક થઇ ગયુ છે, રથયાત્રા પૂર્વે અમદાવાદમાં ખાસ કરીને કોઇ પ્રશ્નો નડતરરૂપ ના રહે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, રથયાત્રા પૂર્વે કોટ વિસ્તારમા જર્જરિત મકાનો અંગે નૉટિસ આપવાનુ શરૂ કરી દેવામાં આવ્યુ છે. અમદાવાદ મ્યુ કૉર્પોરેશને નૉટિસ આપાવની કામગીરી ઝડપથી શરૂ કરી દીધી છે. એમએમસીની આ કાર્યવાહીમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં આસ્ટોડીયા, જમાલપુર, ખમાસા, રાયપુર, શાહપુર સહિતના વિસ્તારોમા 100થી વધુ મકાનો એવા છે જે જર્જરિત હાલતમા છે, આ તમામને નૉટિસ આપવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.
Ahmedabad: રથયાત્રા પૂર્વે પોલીસ એક્શનમાં, તડીપાર ગુનેગારોને પરોઢીયે જ ઊંઘમાં દબોચ્યા
Ahmedabad: રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ એક્શન મૉડમાં આવી ગઇ છે. પોલીસે વહેલી સવારે પરોઢીયે તડીપાર અસામાજિક તત્વોને ઉંઘતા દબોચી લીધા છે. રથયાત્રામાં સુરક્ષાને ધ્યાનમાં લઇને પોલીસે જબરદસ્ત એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ ઝૉન 5 પોલીસ દ્વારા તડીપાર અસામાજિક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે આજે વહેલી પરોઢે ઝૉન 5 વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઝૉનના તમામ પોલીસ સ્ટેશનના pi તથા psi ની સંયુકત ટીમ દ્વારા તડીપાર અસામાજિક તત્વો પર કૉમ્બિંગ કરવામાં આવ્યુ હતુ. આ સાથે જ મોટી સંખ્યામાં તડીપાર કરેલા અસામાજિક તત્વો ને પરોઢિયે જ ઊંઘમાંથી જ દબોચી લેવામાં આવ્યા
Ahmedabad: અમદાવાદમાં યોજાનાર ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને આવ્યા મોટા સમાચાર, ઈતિહાસમાં પહેલીવાર બનશે આ ઘટના
અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે, આ વખતે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા કંઈક અનોખી હશે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટનું થ્રીડી મેપિગ કરાવવામાં આવશે. સમગ્ર રૂટ, રૂટ પર આવતા ધાબા વગેરે લોકેશનનું થ્રીડી મેપીંગ કરાશે. ઇતિહાસમાં પ્રથમ વખત રથયાત્રાનું ડોક્યુમેન્ટેશન કરાશે. તમને જણાવી દઈએ કે, રથયાત્રા દરમિયાન રાજ્યની પોલીસનો સૌથી મોટો બંદોબસ્ત હોય છે. ખાનગી એજન્સી અથવા શૈક્ષણિક સંસ્થા પાસે ડોક્યુમેન્ટેશન કરાવાશે. મંગળવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી હતી. નોંધનીય છે કે, પુરીની જેમ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લેશે.