અમદાવાદ: સમસ્ત મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહએ હાજરી આપી હતી. સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ભવન ખાતે મોદી સમાજનું રાષ્ટ્રીય મહાસંમેલન યોજાયું હતું. સમસ્ત મોદી સમાજના મહાસંમેલનમાં અમિત શાહ હાજર રહ્યા હતા. એક સમાજ શ્રેષ્ઠ સમાજના સૂત્ર સાથે સંમેલન યોજાયું હતું. આ અવસરે સોમાભાઈ મોદી અને પૂર્ણેશભાઈ મોદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.


આ કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રહેતા મારા સમાજનો એક વ્યક્તિ મારી પાસે કામ કરાવવા નથી આવ્યો. સમાજ પોતાની રીતે આગળ વધ્યો છે. મોદીજીએ ગુજરાતમાં નાના કાર્યકર્તા તરીકે કામ શરૂ કર્યુ. ગુજરાતના ગામડાઓમાં ફરીને સંગઠન મજબુત કર્યુ. જ્યારે મોદીજી ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા એ રીતે ગુજરાતને ચલાવ્યું પછી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારથી સુચારુ રુપે દેશને ચલાવી રહ્યા છે.


કોંગ્રેસે OBCને હંમેશા નકારવાનું કામ કર્યું છે. ભાજપની સરકાર આવી ત્યારથી OBC સમાજને મહત્વ આપવામાં આવ્યુ છે. ભાજપે દેશને OBC સમાજના પહેલા પ્રધાનમંત્રી આપવાનું કામ કર્યું છે. કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયમાં રિઝરવેશન નહોંતુ આ રિઝરવેશન આપવાનું કામ ભાજપે કર્યુ.
નીટની પરીક્ષામાં રિઝરવેશન આપવાનું કામ ભાજપે કર્યુ. કોંગ્રેસે 56 વર્ષ સુધી OBC સમાજ માટે એક પણ કામ નથી કર્યુ. મોદી સરકારે 9 વર્ષમાં એવા અનેક કામ કર્યા જેથી સમાજ મજબુત રીતે ઉભો રહી શકે.


OBC સમાજ હોય ગરીબ સમાજ હોય તમામને એ ચિંતા હતી જે લોકો આર્થિક રીતે મજબુત છે તેઓ તો કોઈ પણ રીતે કોરોનામાં બચી જશે. પરંતુ આર્થીક રીતે નબળા વર્ગ માટે વિચારીને મોદી સરકારે તમામને ફ્રી માં કોરોનાની રસી લગાવડાવી. ટેકનોલોજીનો ઉપયોગ કરી છેવાડાના સમાજ લોકો માટે કામ કરવામાં આવ્યા. ગરીબમાં ગરીબ લોકો માટે રાશન કાર્ડથી અનાજ મળી જાય છે. આ સમાજએ દેશને એક એવા પ્રધાનમંત્રી આપ્યા છે જેણે ભારતના ગર્વને દુનિયામાં પ્રસ્થાપીત કરવાનું કામ કર્યું છે.


રાહુલ ગાંધીના મોદી વાળા કેસ પર બોલ્યા અમિત શાહ


તેમણે કહ્યું કે, પૂર્ણેશભાઈએ એક લડાઈ લડી ખુબ જ મજબુતી સાથે લડી છે. દરેક સમાજના કોઈ પણ વ્યક્તિનું કોઈ અપમાન કરે છે તે નાની વાત નથી. એમાં પણ સમાજનું અને દેશના પ્રધાનમંત્રીનું અપમાન થાય છે તો એ સમગ્ર દેશનું અપમાન થાય છે. પૂર્ણેશભાઈએ આ લડાઈને ખુબ સારી રીતે અને પરિણામ લક્ષી રીતે લડી રહ્યા છે. વિજય પણ થયો છે તેના કારણે હું આપ તમામને હ્રદયથી શુભેચ્છા પાઠવું છું. સમાજના સન્માનની લડાઈને તમે લોકો લડ્યા છો માટે હું અને સમગ્ર દેશ આપની સાથે છીએ.