Vegetable Prices: ઉનાળો આવતાની સાથે જ શાકભાજીના ભાવ વાસમાને પહોંચતા હોય છે. કારણ કે ઉનાળામાં શાકભાજીનું ઉત્પાદન ઓછું થાય છે. જોકે, આ ભાવ શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઘટતા હોય છે, પરંતુ આ વર્ષે રહેલા અનિયમિત વાતાવરણને લીધે શાકભાજીનું ઉત્પાદન વધતાં ઉનાળામાં જ શાકભાજીના ભાવ શિયાળા જેવા થઈ ગયા છે.


ઉનાળામાં પાકનું ઉત્પાદન ઓછું થતું હોય અને બજારમાં માંગ વધુ હોય ઉનાળામાં શાકભાજીના ભાવ વધી જતાં હોય છે અને શિયાળાની સિઝન આવતાં જ ભાવ ઘટવા લાગતા હોય છે. પરંતુ આ વખતે વાતાવારણમાં અનિયમિતતા રહેતા ઉનાળામાં પણ શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


આ વર્ષે અત્યાર સુધી કાળઝાળ ગરમી પડી નથી અને એક પછી એક માવઠું થઇ રહ્યું છે. આ માવઠાને લઈ શાકભાજીનું ઉત્પાદન વધુ થયું છે. જેને લઇને બજારમાં શાકભાજીનો જથ્થો મોટી સંખ્યામાં આવતા આ વર્ષે શિયાળા જેવો ભાવ ઉનાળામાં જોવા મળી રહ્યો છે.


અમદાવાદમાં આ વખતે ઉનાળામાં શાકભાજીમાં પ્રતિ કિલો દીઠ 10 થી 20 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.


શાકભાજીના ભાવ (પ્રતિ કિલો)


કોબીજ - 30


ટીંડોળા - 80


પરવર - 70


ગવાર - 96


ચોળી - 120


ફુલાવર - 80


ટામેટા - 30


રવૈયા - 90


ભીંડા - 80


દુધી - 30


શાકભાજીના પહેલા અને અત્યારના ભાવ


કોબીજ પહેલા ₹50 અત્યારે 30


ટીંડોળા પહેલા 100 રૂપિયા અત્યારે 80


પરવર પહેલા ₹90 અત્યારે 70


ગવાર પહેલા 120 રૂપે અત્યારે 96


ફુલાવર પહેલા 100 રૂપિયા અત્યારે 80


ટામેટા પહેલા 50 અત્યારે 30


ભીંડા પહેલા 108 અત્યારે 80


Passport: પાસપોર્ટ માટે હવે નહીં જોવી પડે વધુ રાહ, શનિવારે પણ ખુલ્લા રહેશે પાસપોર્ટ સેવા કેન્દ્રો


Passport: વિદેશ જવા માટે પાસપોર્ટ અગત્યનો દસ્તાવેજ છે. હાલ પાસપોર્ટ માટે અરજી કર્યાના ઘણા દિવસ સુધી લોકોને પાસપોર્ટ મળતો નથી. લોકોની સમસ્યાને લઈ વિદેશ મંત્રાલય દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અરજદારોને પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ ઝડપી અને સરળતાથી મળી રહે તે  માટે જિલ્લા પોસ્ટ ઓફિસમાં બનેલા પાસપોર્ટ સેવા કેન્દ્રો હવે દર શનિવારે ખુલ્લા રહેશે. આગામી આદેશ ના થાય ત્યાં સુધી દર શનિવારે જિલ્લા પોસ્ટ ઓફીસોમાં બનેલા પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લા રહેશે.


આજકાલ દેશમાં ડિજિટલ ઈન્ડિયા યોજનાને જોતા સરકારે દરેક વસ્તુ ડિજિટલ કરી દીધી છે. હવે ઘરે બેસીને કામ આરામથી કરી શકાય છે. આજકાલ કોઈપણ કામ માટે 10 વખત ઓફિસના ચક્કર નથી કાપવા પડતા. હાલ પાસપોર્ટ બનાવવો પણ સરળ થઈ ગયો છે. સરકારે આ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. હવે પાસપોર્ટ બનાવવા પાસપોર્ટ ઓફિસના ધક્કા પણ નથી ખાવા પડતા. તમે ઘરે બેસીને આસાનીથી ઓનલાઈન એપ્લાઈ કરી શકો છો. જો તેમે પણ પાસપોર્ટ બનાવવા માંગતા હો તો આ સ્ટેપ્સ અપનાવી શકો છો.