અમદાવાદઃ ભારત પાકિસ્તાનના વણસેલા સંબંધોનો ભોગ ખેડુતો બન્યા છે. બન્ને દેશો વચ્ચે આયાત-નિકાસને અસર થતા આ વર્ષે ગુજરાતના ટામેટાની નિકાસ પાકિસ્તાનમાં થઈ નથી. આ કારણથી ગુજરાતમાં ટામેટાનું વાવેતર કરનારા ખેડુતોએ રડવાનો વારો આવ્યો છે. ટામેટાની નિકાસ ના થતા ઘર આંગણે બજારમાં માંગ કરતા અનેકગણા ટામેટા છે. અમદાવાદ એપીએમસીમાં પહેલા 80 થી 90 ટ્રક ટામેટા આવતી હતી જેની સામે અત્યારે દૈનિક 150 ટ્રક ટામેટા આવે છે. આથી ટામેટાના ભાવ ગગડી ગયા છે. અત્યારે બજારમાં ટામેટા 4 થી 7 રૂપિયે કિલો મળી રહ્યાં છે. આ રિટેલ ભાવ છે, જ્યારે ખેડુતોને ટામેટા રૂપિયે કિલો વેચવાનો વારો આવ્યો છે. આવા સમયમાં ખેડુતોની પડતર પણ નિકળતી નથી અને ખેડુતો દેવામાં ડુબી ગયા છે.