અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય આઈટી કંપની 'સીટા'એ યુરોપિયન ઉપખંડમાં પોતાની હાજરી વધારવા લંડનમાં નવી ઓપરેશનલ ઓફિસની શરૂઆત કરી છે, આ સાથે યુરોપની આઈટી ઇન્ડસ્ટ્રીના અનુભવી અને જાણકાર "ગૌરવ અરોરા"ની "ગ્લોબલ માર્કેટ વાઈસ પ્રેસિડેન્ટ સેલ્સ" તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ પ્રસંગે ગૌરવ અરોરાએ જણાવ્યુંકે "યુકે ટેક્નોલોજી માર્કેટમાં વિસ્તરણ માટે 'સીટા' પાસે પુષ્કળ તકો રહેલ છે, કંપનીના વિશાળ રીસોર્સ અહીંના ટેક્નોલોજી માર્કેટના વિકાસ અને એડવાન્સ ટેક્નોલોજીની જરૂરત જેવીકે આઈઓટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિઝનેસ ઓટોમેશન અને ઇન્ટેલિજન્સ પૂરી કરવા સક્ષમ છે.
આ પ્રસંગે "સીટા સોલ્યુશન્સ પ્રા.લિ"ના સ્થાપક "કિરણ સુતરિયા"એ જણાવ્યુંકે કે "તેઓએ યુકેમાં "જીમેક્સ આઇટી એન્ડ મેનેજમેન્ટ સર્વિસીસ લિમિટેડ" નામથી 'સીટા'ની નોંધણી કરાવી છે, હાલની મહામારીની પરિસ્થિતિમાં વિશ્વભરના આરોગ્ય ક્ષેત્રમાં ઓટોમેટેડ સપ્લાય ચેઇનની તેમજ અન્ય ક્ષેત્રમાં આઈટી સેવાઓની મજબૂત માંગ ઉભી થઈ છે અને આ કારણે વિસ્તરણ માટે પગલું ભરવાનો આ ઉત્તમ સમય લાગે છે."