અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે હજુ કેટલા દિવસ આ કડકડતી ઠંડી પડશે, તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં શિયાળાને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે પ્રમાણે રાજ્યમાં કાતિલ ઠંડી રહેશે. આગામી 48 કલાક સુધી ઠંડીનું જોર યથવાત રહેશે.


હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી યથાવત છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના જિલ્લામાં બે દિવસ ઠંડીનું જોર રહેશે.