અમદાવાદઃ આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપના મંત્રી, પૂર્વ સાંસદ, ધારાસભ્ય, નેતાઓએ પરિવારજનો માટે ટિકિટની માંગણી કરી છે.
કેબિનેટમંત્રી કુંવરજી બાવળીયાએ પોતાના બેન માટે ટિકિટ માંગી છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનાં બહેન નિરાંતબેન ધોલિયાએ ભાજપમાંથી તાલુકા પંચાયતની ટિકિટ માગી છે. નિરાંતબેન ધોલીયા વિંછીયા તાલુકા પંચાયતની એક બેઠક માટે દાવેદાર છે અને ટિકિટ માગી છે.
મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પત્ની માટે ટિકિટ માંગી છે. જામનગર મનપાની ચૂંટણી માટે રાજ્યમંત્રીના પત્ની પ્રફુલ્લાબા જાડેજાએ ભાજપમાંથી ટિકિટ માંગી છે. વોર્ડ નંબર ૧૧ માટે ટિકિટ માંગી છે. તેઓ ગત ટર્મમાં પણ આ વિસ્તારમાં કોર્પોરેટર હતા. ૨૦૨૧ની થનાર મનપાની ચૂંટણી ટિકિટ માટે માંગી છે.
વડોદરા કોર્પોરેશનની ચૂંટણી લડવા વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ પુત્ર દીપક શ્રીવાસ્તવ માટે ટિકિટ માંગી છે. મધુ શ્રીવાસ્તવે પત્ની માટે જિલ્લા પંચાયતની કોટંબી, કામરોલ બેઠક, તાલુકા પંચાયતની લીમડા બેઠક પર ટિકિટ માંગી છે. પુત્રી નીલમ શ્રીવાસ્તવ માટે જિલ્લા પંચાયતની ગોરજ બેઠક પર ટિકિટ માંગી છે.
આ ઉપરાંત ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પુત્ર ધ્રુમિલ મહેતા માટે ટિકિટ માંગી છે. સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પુત્ર દિવ્યાંગ તડવી માટે ટિકિટ માંગી છે. જ્યારે સાંસદ રંજન ભટ્ટે પોતાની બહેન પન્નાબેન દેસાઈને રીપીટ કરવા ભલામણ કરી છે. પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ પુત્રી માટે ટિકિટ માંગી છે.
ભાજપમાં પરિવારવાદઃ કયા કયા દિગ્ગજ નેતાઓએ પોતાના પરિવારના સભ્યો માટે માંગી ટિકિટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jan 2021 10:14 AM (IST)
ભાજપના મંત્રી, પૂર્વ સાંસદ, ધારાસભ્ય, નેતાઓએ પરિવારજનો માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે ટિકિટની માંગણી કરી છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -