અમદાવાદ: મોડી રાત્રે બિલ્ડર પર થયુ ફાયરિંગ, બાઈક પર આવેલા હુમલાખોરો ફરાર
abpasmita.in | 18 Sep 2016 07:15 AM (IST)
અમદાવાદ: શહેરમાં શનિવારે મોડી રાત્રે જમાલપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. જમાલપુરમાં આવેલી કાટની મસ્જીદ પાસે બિલ્ડર હનિફ શેખ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે અજાણ્યા શખ્સો એક્ટિવા પર આવી હનિફ શેખ ઉપર ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ફાયરિંગમાં ઘાયલ થયેલા હનિફ શેખને સારવાર માટે વી.એસ. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અહીં તેમને આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે હજી સુધી આરોપીઓની ઓળખ થઈ શકી નથી.