અમદાવાદઃ શહેરમાં આમ લોકોના હેલ્થ સાથે ચેડા થઇ રહ્યા છે ત્યારે આવો જ એક બનાવમાં AMC ની ઢીલી નીતિ ખુલી પડી હતી. મેમનગરમા આવેલા ડિનર બેલ રેસ્ટોરંટમાં ભોજનમાં સ્ટેપ્લરની પીન નીકળતા લોકોએ હોબાળો મંચાવ્યો હતો. જેને પગલે તંત્ર દ્વારા રેંસ્ટોરંડને ફક્ત બંધ કરાવીને સંતોષ માન્યો હતો.
બે દિવસ પહેલા જ્યારે AMCના અધિકારીએ ઓફિસમાં નાસ્તો મંગાવતા વંદો નિકળ્યો હતો ત્યારે દાસ ખમણ હાઉસ સીલ કરી દેવામાં આવ્યું હતું. તો સવાલ એ થાય છે કે જ્યાલે સામાન્ય લોકોના ખોરાકમાં કઇ હેલ્થને નુક્સાન કરતું કઇ નીકળે ત્યારે આટલી ગંભીરતાથી કેમ પગલા નથી લેવામાં આવતા.