અમદાવાદ: અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું હતું.  કરશે. સાબરમતી રિવરફ્રંટ પર 2 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો ફ્લાવર શો લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફલાવર શોમાં વરીષ્ઠ નાગરિકોને નિઃશૂલ્ક એંટ્રી આપવામાં આવશે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સતત આઠમાં વર્ષે આયોજીત કરાયેલો ફ્લાવર શો રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા ઉપર ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટરમાં આયોજન કરાયું છે.

ફ્લાવર શોમાં લગભગ 10 લાખ કરતા વધુ લોકો મુલાકાત લેતા હોય છે. અને શહેરીજનો આ ફ્લાવર શોની આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે ટીકીટના ભાવ સોમથી શુક્ર 20 રૂપિયા રાખવામાં આવ્યા છે. જ્યારે શનિવાર-રવિવારે ટીકીટના ભાવ 50 રૂપિયા રાખવામાં આવ્યા છે. જ્યારે 12 વર્ષ સુધીના બાળકો તેમજ સિનીયર સિટીઝન માટે પ્રવેશ વિનાલમૂલ્યે રાખવામાં આવ્યો છે.

રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા પર ફ્લાવર ગાર્ડનથી લઇને ઇવેન્ટ સેન્ટર સુધીના વિશાળ વિસ્તારમાં ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ વૃક્ષો, શાકભાજી, બોન્સાઇ, ક્રેક્ટસ,અને પામ સહીત 700 કરતા વધુ પ્રકારના ફૂલ-છોડના 10 લાખથી વધુ રોપા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા  છે.