ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યને લાગ્યો ચેપ? કોણે આપી જાણકારી?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Nov 2020 12:55 PM (IST)
અમદાવાદમાં બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદઃ નવેમ્બર મહિનામાં કોરોનાએ ગુજરાતમાં ફરી ઉથલો માર્યો છે અને દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ અંગે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. અમદાવાદમાં બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલને કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, તે જાણીને ચિંતા થાય છે. તેઓ ઝડપથી રિકવર થઈને લોકોના કામે લાગી જાય તેવી શુભેચ્છા. નોંધનીય છે કે, અગાઉ ભાજપના કેટલાય ધારાસભ્યો, નેતાઓ, કોર્પોરેટરો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.