અમદાવાદઃ કોરોના ટેસ્ટિંગ માટે નાગરિકોનો ઘસારો જોતા 100 મીટરની અંદર 2 ડોમ ઉભા કરાયા છે. ધનતેરસના દિવસે પણ લોકો લાંબી લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ત્યારે અમદાવાદ કોર્પોરેશને લોકોના કોરોનાના ટેસ્ટ કરવા માટે નવી પોલીસી બનાવી છે. જે પ્રમાણે જ કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે.
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બીજો ડોમ ઉભો કરવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહથી કોવિડ માટે ટેસ્ટિંગ કરાવવા આવતા નાગરિકોના ઘસારાના પગલે AMC દ્વારા રાતોરાત સો મીટરની અંદર બીજો ડોમ ઉભો કરાયો છે. રાજ્ય સરકારે દિવાળી દરમિયાન અને દિવાળી સુધીમાં કોરોનાના કેસ વધવાની શકયતા વ્યક્ત કરી હતી, જેના કારણે AMC દ્વારા પોલીસી પણ તૈયાર કરવામાં આવી છે.
શું છે કોરોના ટેસ્ટ માટેની પોલીસી?
-ટેસ્ટ કરાવવા આવતા લોકોની આંગળી પર કાળું ટપકું લગાવવામાં આવશે
-એક દિવસ છોડીને એક દિવસે નાગરિકો ટેસ્ટ ન કરાવે તે માટે આયોજન
-શારીરિક તાપમાન 38 ડિગ્રીથી વધારે હોય તેવા જ દર્દીઓના કોવિડ ટેસ્ટ કરવાના રહેશે
-બે દિવસથી વધુ તાવ અથવા અન્ય લક્ષણ જણાશે તેવા સંજોગોમાં કોવિડ ટેસ્ટ કરવામાં આવશે
અમદાવાદઃ કોરોના ટેસ્ટિંગ માટે કોર્પોરેશને બનાવી નવી પોલીસી, હવે ફક્ત કોનો થશે કોરોનાનો ટેસ્ટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Nov 2020 12:05 PM (IST)
અમદાવાદ કોર્પોરેશને લોકોના કોરોનાના ટેસ્ટ કરવા માટે નવી પોલીસી બનાવી છે. જે પ્રમાણે જ કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -