અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ સહિતનું શીર્ષસ્થ નેતૃત્ત્વ 28મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યું છે. જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.


28મીએ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક છે. આ ઉપરાંત અડાલજ ખાતે જનસંકલ્પ રેલીને કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્ત્વ સંબોધન કરશે. જેને લઈ ગુજરાત કોંગ્રેસે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ 27મી ફેબ્રુઆરીએ લોકસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજ્યસભા વિપક્ષ નેતા ગુલામનબી આઝાદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ, લોકસભાના પૂર્વ સ્પીકર મીરાંકુમારી સહિતના 25 જેટલા નેતાઓ અમદાવાદ આવશે.


કોંગ્રેસે જનરેલી, વર્કિંગ કમિટીની મીટિંગ સહિતના વિવિધ કાર્યક્રમોને લઈ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વિવિધ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી અલગ-અલગ જગ્યાએ લોકો હાજરી આપવાના છે.



લોકસભા, રાજ્યસભાના વિપક્ષ નેતાઓ, રાજ્યસભા સાંસદ એહમદ પટેલ, પૂર્વ મંત્રી પી. ચિદમ્બરમ, પૂર્વ મંત્રી આનંદ શર્મા, કે.સી. વેણુગોપાલ, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, પૂર્વ ખજાનચી મોતીલાલ વોરા, રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલા, પૂર્વ મંત્રી કુમારી શૈલજા, આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૃણ ગોગોઈ, એ.કે. એન્ટની સહિતના 25 કેન્દ્રીય કોંગ્રેસના નેતાઓ 27મીએ અમદાવાદ ખાતે આવી પહોંચવાના છે.