અમદાવાદઃ આગામી અઠવાડિયે અમદાવાદમાં તાપમાન 13-14 ડિગ્રી વચ્ચે રહી શકે છે. આ ઉપરાંત હવામાન ખાતાની આગાહી પ્રમાણે, મંગળવારે સાંબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છમાં હળવું વરસાદનું ઝાપટું પડે તેવી શક્યતા છે. અમદાવાદમાં રવિવારે લઘુતમ તાપમાન 15.1 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ 32.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.



ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે ફરીથી શિયાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાના રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં સુષ્ક પવનો ફૂંકાશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં હળવા વરસાદના ઝાપટાંની સંભાવના છે.

હવામાન ખાતાએ આ ઉપરાંત માછીમારો માટે નોર્થ અને સાઉથ ગુજરાતના દરિયા કિનારે વોર્નિંગ જાહેર કરી છે. માછીમારોને મંગળવાર સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.