અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ શહેરમાં રીકવરી રેટ વધતા કોરોનાના એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. બીજી તરફ અમદાવાદના પશ્ચિમ વિસ્તારની મુશ્કેલીમાં કોઈ ઘટાડો દેખાતો નથી. ગઈ કાલે અમદાવાદ શહેરમાં 205 કેસો નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 51 કેસો નોંધાયા હતા. આ પછી પૂર્વ ઝોનમાં 49 કેસ નોંધાયા હતા.


અન્ય ઝોનની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10, તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 11 કેસ નોંધાયા હતા. તેમજ મધ્ય ઝોનમાં 23 અને દક્ષિણ ઝોનમાં 26 કેસ નોંધાયા હતા. જ્યારે ઉત્તર ઝોનમાં 35 કેસ નોંધાયા હતા. આમ, હાલ અમદાવાદ શહેરમાં કોરોના કુલ એક્ટિવ કેસ 2923 છે.

ગઈ કાલે સ્વસ્થ થયેલા લોકોની વાત કરીએ તો ગઈ કાલે શહેરમાં 380 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જેમાંથી સૌથી વધુ ઉત્તર ઝોનમાં 151 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી પશ્ચિમ ઝોનમાં 83 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈ કાલે અમદાવાદ શહેરમાં 15 લોકોના મોત થયા હતા. જેમાં સૌથી વધુ ઉત્તર ઝોનમાં 5 લોકોના મોત થયા હતા.