અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં મૃત્યુનો આંક પણ ઘટ્યો છે. પંરતુ હજુ પણ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યામાં વધારો યથાવત છે. ગઈ કાલે અમદાવાદ શહેરમાં નવા 205 કેસ નોંધાયા હતા. જેની સામે 15 લોકોના મોત થયા હતા. હાલ, અમદાવાદ શહેરમાં કોરોનાના 2923 એક્ટિવ કેસો છે.


અત્યાર સુધી કોરોનાના 18,856 કેસ નોંધાયા છે. જ્યારે મોતનો આંકડો 1345એ પહોંચ્યો પહોંચ્યો છે. ગઈ કાલે નવા 380 લોકોની સાથે આજ દિન સુધી 14,558 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

ઝોન પ્રમાણે એક્ટિવ કેસ

મધ્ય ઝોન 218
ઉત્તર ઝોન 467
પશ્ચિમ ઝોન 642
ઉત્તર પશ્ચિમ ઝોન 345
દક્ષિણ પશ્ચિમ ઝોન 394
પૂર્વ ઝોન 415
દક્ષિણ ઝોન 442