| Date | case | discharge | death |
| 13-08-2020 | 143 | 223 | 4 |
| 14-08-2020 | 149 | 232 | 4 |
| 15-08-2020 | 148 | 168 | 3 |
| 16-08-2020 | 149 | 162 | 4 |
| 17-08-2020 | 145 | 165 | 3 |
| 18-08-2020 | 149 | 156 | 4 |
| 19-08-2020 | 146 | 152 | 4 |
| Total | 1029 | 1258 | 26 |
કોરોનાના સંક્રમણ વચ્ચે અમદાવાદીઓ માટે શું છે મોટા રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Aug 2020 03:08 PM (IST)
આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસો 3 હજારની અંદર આવી ગયા છે. હાલ, અમદાવાદ શહેરમાં કોરોના કુલ એક્ટિવ કેસો 2916 થઈ ગયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ બધાની વચ્ચે અમદાવાદ માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં નવા આવનારા દૈનિક કેસો કરતા સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસો 3 હજારની અંદર આવી ગયા છે. હાલ, અમદાવાદ શહેરમાં કોરોના કુલ એક્ટિવ કેસો 2916 થઈ ગયા છે. છેલ્લા એક જ અઠવાડિયામાં એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. વચમાં કેસો વધીને 3200ને પાર થઈ ગયા હતા. જેમાં ફરીથી ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો ગત 13મી ઓગસ્ટથી 19મી ઓગસ્ટ દરમિયાન અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસો 1029 નોંધાયા છે. જેની સામે 1258 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે એક અઠવાડિયામાં શહેરમાં કોરોનાથી કુલ 26 લોકોના મોત થયા છે.