અમદાવાદઃ ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણના પરીણામ જાહેર થઈ ગયા છે. દેશભરમાં સુરત બીજા ક્રમે આવ્યું છે. જ્યારે પહેલા ક્રમે ઇન્દોર શહેર આવ્યું છે. નોંધનીય છે કે, સુરત 14માં ક્રમાંક પરથી સીધા બીજા ક્રમે આવ્યું છે. ભારત સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોર સતત ચોથી વખત નંબર વન બન્યું છે.
સ્વસ્છતા સર્વેક્ષણ-2020નું પરીણામ આજે જાહેર થયું છે. આ સર્વેક્ષણમાં ટોપ-10માં ગુજરાતના ચાર શહેરનો સમાવેશ થાય છે. આ ચાર શહેરોમાં સુરત બીજા નંબરે, અમદાવાદ પાંચમાં નંબરે, રાજકોટ 6ઠ્ઠા નંબરે અને વડોદરા 10માં નંબરે છે. સુરત બીજા નંબરે આવતાં સુરતવાસીઓ માટે ખુશીની લાગણી ફરી વળી છે. નવી મુંબઈ દેશમાં ત્રીજા નંબરે આવ્યું છે.