Ahmedabad Corona Cases: દેશમાં કોરોનાના કેસ નહીંવત થઈ ગયા છે. જોકે વિદેશમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાના કારણે ભારતમાં પણ ચિંતાનો માહોલ છે. અમદાવાદમાં કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોન B7નો શંકાસ્પદ કેસ નોંધાયો છે. દર્દીમાં આ વેરીયન્ટના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જે બાદ ચીનની અંદર નોંધાયેલા વેરીયન્ટનો કેસ છે કે નહિ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગે દર્દીના જીનોમ્ સિકવન્સ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જો નવો વેરીયન્ટ મળી આવશે તો દર્દી માટે અલાયદો વોર્ડ બનાવશે. અમદાવાદમાં મળી આવેલા નવા વેરીયન્ટને લઈ રાજ્યનો આરોગ્ય વિભાગ ચિંતા સાથે હરકતમાં આવ્યો છે.


Corona New Variant BA.5.2 અને BF.7 શું છે?



  • BA.5.2 અને BF.7 બંને અત્યંત ચેપી છે. BA.5.2 એ ઓમિક્રોન પેટા-વેરિયન્ટ BA.5 ની પેટા-વંશ છે. આ વર્ષે જુલાઈમાં શાંઘાઈમાં BA.5.2નો પ્રથમ કેસ નોંધાયો હતો. પછી આ પ્રકાર અમેરિકાથી પરત ફરેલા 49 વર્ષીય વ્યક્તિમાં જોવા મળ્યો.

  • જ્યારે, BF.7 એ Omicron ના BA.5 નો પેટા વેરિયન્ટ છે. તે ખૂબ જ ચેપી પણ છે. ચીનના મોટાભાગના શહેરોમાં BA.5.2 અને BF.7ના કેસ જોવા મળી રહ્યા છે અને તેના કારણે ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ BA.5.2ના કિસ્સાઓ સામે આવ્યા છે.


આ બે વેરિયન્ટ કેટલા જોખમી છે?



  • સૌ પ્રથમ, આ બંને પેટા-વેરિયન્ટ કોરોનાના બાકીના પ્રકારો કરતાં વધુ ચેપી છે.

  • BF.7 નો RO એટલે કે રિપ્રોડક્શન નંબર 10 થી 18.6 ની વચ્ચે છે. મતલબ કે જો કોઈ વ્યક્તિ BF.7 થી સંક્રમિત છે, તો તે 10 થી 18.6 લોકોને પણ સંક્રમિત કરી શકે છે.

  • એ પણ ચિંતાનો વિષય છે કે મોટાભાગના સંક્રમિતોમાં કોઈ લક્ષણો પણ દેખાતા નથી. આ કારણે, આ ચેપ અજાણતા અને ઝડપથી અન્ય લોકો સુધી ફેલાવવાનો ભય છે.

  • સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ બંને પેટા વેરિયન્ટ્સ રસી અને કુદરતી રીતે બનેલી રોગપ્રતિકારક શક્તિને છીનવી શકે છે. એટલે કે, જો તમે સંપૂર્ણ રસી લગાવી દીધી હોય અથવા બૂસ્ટર ડોઝ લીધો હોય અથવા અગાઉ કોરોનાથી ચેપ લાગ્યો હોય, તો પણ તમે આ પેટા વેરિઅન્ટ્સની ઝપેટમાં આવી શકો છો.