અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી સરકાર દોડતી થઈ ગઈ છે. કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવે તો ગમે તે સ્થિતીને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે તૈયારી કરવા માંડી છે. તેના ભાગરૂપે રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લઈને કોરોનાના કેસ વધતાં ઉભી ખથયેલી સ્થિતી સામે બાથ ભિડી છે. રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લઈને સમરસ હોસ્ટેલને ફરી કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાનું નકકી કર્યું છે. ગુજરાત યુનિવર્સિટી અંતર્ગતની રાજ્ય સરકારની સમરસ હોસ્ટેલમાં 500 બેડની ક્ષમતા છે અને તેને તાત્કાલિક રીતે ફરી કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાનું નકકી કરાયું છે.


ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતા હેઠળ સાત કર્મચારીઓને સમરસ હોસ્ટેલની જવાબદારીઓ સોંપાઈ છે અને હોસ્ટેલ ખાતે કંટ્રોલરૂમ ઉબો કરીને સાત કર્મચારીઓને  જવાબદારી સોંપાઈ છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  શનિવારે સાંજે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9177  કેસ નોંધાયા તો  5404  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,46,375 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.39 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી શનિવારે  7 મોત થયાં હતાં અને 1,76,918 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.


ગુજરાતમાં શનિવારે સાંજે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2621, સુરત કોર્પોરેશનમાં 2215,  વડોદરા   કોર્પોરેશનમાં 1211,  રાજકોટ કોર્પોરેશનમાં 438, સુરતમાં 282, ભાવનગર કોર્પોરેશનમાં 250, વલસાડમાં 201, ગાંધીનગર કોર્પોરેશનમાં 218, નવસારીમાં 175, રાજકોટમાં 149. મહેસાણામાં 135, જામનગર કોર્પોરેશનમાં 121, ગાંધીનગરમાં 102, કચ્છમાં 87, વડોદરામાં 87, બનાસકાંઠામાં 81, આણંદમાં 78, પાટણમાં 77, મોરબીમાં 76, ગીર સોમનાથમાં 67, ભરૂચમાં 63, ખેડામાં 59, અમદાવાદમાં 45, ભાવનગરમાં 45, દાહોદમાં 45, સુરેન્દ્રનગરમાં 44, જામનગરમાં 40, સાબરકાંઠામાં 35, જૂનાગઢ કોર્પોરેશનમાં 32, મહીસાગરમાં 27, અમરેલીમાં 15, પંચમહાલમાં 14, દેવભૂમિ દ્વારકા 9, જૂનાગઢમાં 9, તાપીમાં 7, નર્મદામાં 6, પોરબંદરમાં 6, અરવલ્લીમાં 2, બોટાદમાં 2, ડાંગમાં 1 નવો કેસ નોંધાયો હતો. છોટા ઉદેપુરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.