Ahmedabad Corona Update: અમદાવાદમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. શહેરમાં 3 મહિલાઓ અને 5 પુરુષો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. થલતેજ, જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, વટવા, સરદારનગર અને ખાડીયા વિસ્તારના રહીશો સંક્રમિત થયા છે. દ્વારકા, કેરળ, રાજકોટ અને બેંગ્લોરથી પરત ફર્યા હતા. હાલ શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 60 છે, જેમાંથી બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
માર્ચ 2020થી કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી લઈ અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના કુલ 395940 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થવાના કારણે કુલ 3590 લોકોના મોત થયા છે.અમદાવાદ મ્યુનિ.ના તમામ અર્બન,કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપરાંત મ્યુનિ.સંચાલિત હોસ્પિટલ ખાતે કોરોના સંદર્ભમાં રેપીડ એન્ટિજન અને આર.ટી.પી.સી.આર.ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બંને ટેસ્ટ મળીને રોજ 500 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે.
ભારતમાં આજે કોરોનાના કેટલા નોંધાયા કેસ
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં 24 કલાકના ગાળામાં કોવિડ-19ના 602 નવા કેસ નોંધાયા છે અને પાંચ મૃત્યુ થયા છે. એક્ટિવ કેસોની સંખ્યા 4440 છે.
મંગળવારે એક દિવસ અગાઉ ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના નવા સબવેરિયન્ટ JN.1ના કુલ 312 કેસ નોંધાયા છે, જેમાંથી લગભગ 47 ટકા કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. અત્યાર સુધીમાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાયરસના JN.1 સબફોર્મની હાજરી મળી આવી છે.
INSACOG મુજબ, આ રાજ્યોમાં કેરળ (147), ગોવા (51), ગુજરાત (34), મહારાષ્ટ્ર (26), તમિલનાડુ (22), દિલ્હી (16), કર્ણાટક (આઠ), રાજસ્થાન (પાંચ), તેલંગાણા (02) અને ઓડિશા (01). ડેટા દર્શાવે છે કે ડિસેમ્બરમાં દેશમાં નોંધાયેલા 279 કોવિડ કેસોમાં JN.1 જોવા મળ્યો હતો, જ્યારે નવેમ્બરમાં આવા 33 કેસ નોંધાયા હતા. જો કે, તાજેતરના અઠવાડિયામાં, ઘણા દેશોમાંથી JN.1 ના કેસ સતત નોંધાયા છે. દેશમાં કોવિડ-19 કેસની સંખ્યામાં વધારો અને JN.1 વેરિઅન્ટ વચ્ચે કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત તકેદારી રાખવા જણાવ્યું છે.
આ પણ વાંચોઃ
રાજ્યની 14 યુનિવર્સિટીમાં લાગુ પડશે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ, જાણો શું છે વિશેષતા
ધોરાજીમાં ફરી દીપડાએ દેખા દીધી, પશુપાલકો અને ખેડૂતોમાં ફફડાટ
સિરાજની કાતિલ બોલિંગ, બીજી ટેસ્ટમાં ભારત સામે દક્ષિણ આફ્રિકા 55 રનમાં તંબુ ભેગુ