અમદાવાદ: અમદાવાદના થલતેજમાં ટ્રાફિક ચોકીમાં ઇનોવા કાર ઘુસી જતા અરેરાટી મચી જવા પામી છે. આ ગાડી ગઢડા સ્વામિનારાયણ મંદિરના SP સ્વામીની હોવાની હતી. SP સ્વામી ગાડી ચલાવતા હોવાનું સામે આવ્યુ છે.  સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતા. SG 1 ટ્રાફિક પોલીસે SP સ્વામી સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી છે.




ટ્રાફિક પોલીસે એસપી સ્વામીની ધરપકડ કરતા મામલો ગરમાયો છે. ગફલત પૂર્વક વાહન હંકારવા અને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધાયો છે. થલતેજ ચાર રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો. ગાડી પોલીસ ચોકીમાં ઘુસી જતા અફરા તફરી મચી જવા પામી હતી. ગાડી કંટ્રોલ ન થતા ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘૂસી ગઈ હતી.


રિવરફ્રન્ટ પર સેલ્ફી લેવા જતા  પત્નીની નજર સામે  પતિ પાણીમાં ડૂબી જતાં તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. ઘોડાસરની રામેશ્વર સોસાયટીમાં રહેતા પતિ પત્ની સોમવારે રાત્રે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યા હતા.અહીં તેઓ સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પર સેલ્ફી લઇ રહ્યાં હતા આ સમયે પતિનો પગ લપસી જતાં તે સાબરમતીમાં ડૂબી જતાં મોત થયું હતું. આખરે આ સેલ્ફી તેમના માટે જીવલેણ નિવડી


 નોંધનિય છે કે,  રીલ બનાવવા જતા અને સેલ્ફી લેવા જતાં  અનેક વાર ગંભીર ઘટના બનવાનો ડર રહે છે. ત્યારે એક ગંભીર ઘટના સાબરમતી રિવરફ્રન્ટ પર બની છે. જેમાં વોક વે પર ગ્રીલ પાસે સેલ્ફી લેવા જતા પતિ તેની પત્ની સામે પણ પાણીમાં ડુબી ગયો હતો. જેમાં તેનું મોત નિપજ્યુ છે. આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.આ બનાવની વિગતો એવી છે કે, ઘોડાસર આવકાર હોલ પાસે આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 29 વર્ષીય યશ કંસારા અને તેની પત્ની સોમવારે સાંજે રિવરફ્રન્ટ પર ફરવા માટે આવ્યા હતા. જેમાં ઇસ્ટ વોક વે પર ચાલતા ચાલતા જતા હતા ત્યારે રેલીંગ પર બેસીને યશ ફોટો પાડી રહ્યો હતો ત્યારે અચાનક પગ લપસી જતા તે પાણીમાં પડી ગયો હતો. આ સમયે તેની પત્ની અને આસપાસના લોકોએ બુમાબુમ કરીને તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. લગભગ બે થી ત્રણ મિનિટમાં જ ફાયરબ્રિગેડનો સ્ટાફ સ્પીડ બોટ સાથે પહોંચી ગયો હતો અને બહોશ હાલતમાં યશને બહાર કાઢ્યો હતો.જો કે તેમ છતાં પણ તેને બચાવી ન શકાયો.  આ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ અંગે ફાયરબ્રિગેડના કર્મચારીએ જણાવ્યું હતું કે રિવરફ્રન્ટ વોક વે પર રેલીંગ પાસે બેસીને રીલ બનાવતા કે સેલ્ફી લેતા સમયે અનેક વાર પાણીમાં પડી જતા મૃત્યુ થવાના અનેક બનાવો બનાવો છે. જેથી રેલીંગથી દુર રહીને ફોટા પાડવા  અનેકવાર અનુરોધ કરવામાં આવે છે પરંતુ લોકો સેલ્ફી અને રીલની ઘેલછામાં આવા વગર વિચાર્યા પગલા લે છે અને મોતને ભેટે છે.