અમદાવાદઃ દિવાળી પછી અમદાવાદ શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. દૈનિક કેસો 300ને પાર થઈ ગયા છે. બીજી તરફ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 6 દિવસમાં જ અમદાવાદ શહેરમાં જ કોરોનાથી 59 લોકોના મોત થયા છે. ત્યારે એબીપી અસ્મિતાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આજે સવારે અઢી કલાકની અંદર જ થલતેજ સ્મશાનગૃહમાં 5 મૃતદેહ લાવવામાં આવ્યા હતા. આ 5 મૃતદેહ પૈકીના 3 મૃતદેહ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના હતા. સવારના 6 વાગ્યાથી 8.30 સુધીના સમયગાળામાં 5 મૃતદેહ લવાયા હતા. અઢી કલાકમાં થલતેજ સ્મશાનગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલા 3 મૃતદેહ લવાયા.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી 12 લોકોના મોત થયા છે. આ સાથે છેલ્લા 6 દિવસમાં જ અમદાવાદ શહેરમાં કોરોનાથી કુલ મોતનો આંકડો 50ને પાર થઈ ગયો છે. 6 દિવસમાં જ 59 લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે.
આ અંગે તારીખ પ્રમાણે જોઇએ તો ગઈ કાલે 26મી નવેમ્બરે અમદાવાદ શહેરમાં કોરોનાથી 12 લોકોના મોત થયા હતા, જ્યારે 337 કેસ નોંધાયા હતા. ગત 25મી તારીખે અમદાવાદ શહેરમાં કોરોનાના 326 કેસ નોંધાયા હતા. જ્યારે 9 લોકોના કોરોનાથી મોત થયા હતા. ગત 24 તારીખે 323 કેસ નોંધાયા હતા, જ્યારે 12 લોકોના મોત થયા હતા.
ગત 23મી તારીખે 319 કેસ નોંધાયા હતા, જ્યારે 13 લોકોના મોત થયા હતા. 22 તારીખે 318 કેસ નોંધાયા હતા, જ્યારે 8 લોકોના મોત થયા હતા અને ગત 21 તારીખે 354 કેસ નોંધાયા હતા અને 5 લોકોના મોત થયા હતા. આમ કુલ, 5 દિવસમાં 47 લોકોના મોત થયા છે. જ્યારે 5 દિવસમાં કુલ 1682 કેસ નોંધાયા છે.
અમદાવાદ ગ્રાઉન્ડ રિપોર્ટઃ અઢી કલાકમાં જ કયા સ્મશાનગૃહમાં આવ્યા 5 મૃતદેહ? 3ના કોરોનાથી મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Nov 2020 11:12 AM (IST)
સવારના 6 વાગ્યાથી 8.30 સુધીના સમયગાળામાં 5 મૃતદેહ લવાયા હતા. અઢી કલાકમાં થલતેજ સ્મશાનગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલા 3 મૃતદેહ લવાયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -