અમદાવાદઃ ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસો અમદાવાદ શહેરમાં છે. એમાં પણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 678 એક્ટિવ કેસ નોંધાયા છે. નદીના પશ્ચિમ વિસ્તારોમાં કુલ 1436 એક્ટિવ કેસ નોંધાયા છે. ઉત્તર ઝોનમાં 588 એક્ટિવ કેસ નોંધાયા છે. ગઈ કાલે નવા 230 કેસ સાથે અત્યાર સુધી કોરોનાના 18, 651 કેસ નોંધાયા છે.
ગઈ કાલે નવા 381 લોકો સાથે અત્યાર સુધી 14, 208 લોકો ડિસ્ચાર્જ થયા છે. તેમજ ગઈ કાલે 13 લોકો સાથે અત્યાર સુધી 1330 લોકોના મોત થયા છે.
ઝોન પ્રમાણે કુલ એક્ટિવ કેસ
મધ્ય ઝોન 213
પશ્ચિમ ઝોનમાં 678
ઉત્તર ઝોનમાં 588
દક્ષિણ પશ્ચિમ 399
ઉત્તર પશ્ચિમ 360
પૂર્વ ઝોન 416
દક્ષિણ ઝોન 459
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવતઃ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 678 એક્ટિવ કેસ, જાણો કયા ઝોનમાં કેટલા છે એક્ટિવ કેસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2020 12:43 PM (IST)
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 678 એક્ટિવ કેસ નોંધાયા છે. નદીના પશ્ચિમ વિસ્તારોમાં કુલ 1436 એક્ટિવ કેસ નોંધાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -