અમદાવાદઃ શહેરમાં ફરીથી કોરોનાના એક્ટિવ કેસો 3 હજારને પાર થઈ ગયા છે, ત્યારે ગઈ કાલે એક માસ બાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના એકથી વધુ દર્દીના મોત મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં સિવિલમાં 3, SVP માં 1 અને ખાનગી હોસ્પિટલમાં 2 દર્દી સહિત કુલ 6 લોકોના મોત થયા છે. અમદાવાદમાં એકવાર એક્ટિવ કેસની સંખ્યા 3054 એ પહોંચી છે.
પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનના એક્ટિવ કેસ 536 થયા છે. મધ્ય ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 297, ઉત્તર ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 363 એ પહોંચી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 465, પૂર્વ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 420 અને દક્ષિણ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 437એ પહોંચી છે. તેમજ અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ કેસ 25,640 તો કુલ મૃત્યુઆંક 1568એ પહોંચ્યો છે.
અમદાવાદઃ એક મહિના પછી સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી એક વધુ દર્દીના મોત, કયા વિસ્તારમાં શું છે સ્થિતિ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2020 01:59 PM (IST)
છેલ્લા 24 કલાકમાં સિવિલમાં 3, SVP માં 1 અને ખાનગી હોસ્પિટલમાં 2 દર્દી સહિત કુલ 6 લોકોના મોત થયા છે. અમદાવાદમાં એકવાર એક્ટિવ કેસની સંખ્યા 3054 એ પહોંચી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -