અમદાવાદમાં આજે કોરોનાના 159 કેસ નોંધાયા હતા અને 151 લોકો ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં આજે થયેલા કુલ છ મોતમાંથી ત્રણ અમદાવાદમાં થયા હતા, એટલે કે કુલ મોતના 50 ટકા માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા. જ્યારે સુરતમાં આજે 158 કેસ નોંધાયા હતા અને એટલા જ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
રાજ્યમાં આજે 51,572 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 62,62,122 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.86 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,03,927 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,03,184 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 113 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.