અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PIને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 2 દિવસ પહેલા ડી સ્ટાફ ના કર્મચારીઓને કોરોના આવ્યો હતો. અગાઉ પણ કેટલાય પોલીસકર્મીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 675 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 21 દર્દીઓનાં કોરોનાના કારણે મોત થયા છે. રાજ્યમાં ગઈ કાલે 368 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે સંક્રમિત દર્દીઓની સંખ્યા 33318 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1869 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 24038 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગઈ કાલે નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 208, અમદાવાદ કોર્પોરેશનમાં 180, વડોદરા કોર્પોરેશનમાં 50, નવસારી 24, સુરત 21, જામનગર કોર્પોરેશન 15, ભરૂચમાં 15, વલસાડ 15, બનાસકાંઠા 12, સુરેન્દ્રનગર 12, મહેસાણા -10, રાડકોટ કોર્પોરેશન -9, ખેડા-9, ગાંધીનગર કોર્પોરેશન -8, આણંદ- 8 , જુનાગઢ કોર્પોરેશન -7, અમદાવાદ-7, વડોદરા-7, રાજકોટ-6, પંચમહાલ-5, સાબરકાંઠા-5, મોરબી-4, ભાવનગર કોર્પેોરેશન, અરવલ્લી, કચ્છ, ભાવનગર, જામનગરમા ત્રણ-ત્રણ કેસ, પાટણ, મહીસાગર, બોટાદ, દાહોદ, છોટાઉદેપુરમાં બે-બે કેસ, નર્મદા, ગીર સોમનાથમાં એક એક કેસ સામે આવ્યા છે.