શહેરભરના 90 કારીગરોને માટીની મૂર્તિ જ તૈયાર કરવાનું કહેવાયું છે. તેમજ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે પ્રસાદ વિતરણ નહિ થાય. સુરતમાં પણ ગણેશ ઉત્સવ સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે કે, માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવી. ગલીમાં મંડપ બાંધવો નહીં, ઘરે ગણેશ સ્થાપના કરપી. ગણેશ ઉત્સવમાં વધારે ભીડ કરવી નહીં. એટલું જ નહીં, પૂજા અર્ચના કરતી વખતે સોશિયલ ડિસ્ટન્ટ જાળવવું અને સેવા કાર્ય કરવું.
મૂર્તિ વિસર્જનને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે કે, મૂર્તિનું વિસર્જન ભીડ વગર શેરીમાં જ કરવું. આખરી નિર્ણય પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ રહેશે. પોલીસ કમિશ્નરનું જાહેરનામું છે કે 2 ફૂટથી ઊંચી પ્રતિમાની સ્થાપના ન કરવી. જાહેર રોડ પર સ્થાપના ન કરવી. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે.