અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે (Gujarat Corona Cases) કાળો કહેર મચાવ્યો છે. તેમાં પણ અમદાવાદ (Ahmedabad) અને સુરતની (Surat) સ્થિતિ સૌથી ચિંતાજનક છે. આ દરમિયાન અમદાવાદ ફરીથી કોરોનાનું હોટસ્પોટ (Corona Hotspot) બન્યું છે. કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા કરવામાં આવી રહેલાં અથાક પ્રયાસો છતાં કોરોના સંક્રમણ કાબૂમાં આવે એવું હાલની પરિસ્થિતિમાં તો દેખાઈ રહ્યુ નથી.સંક્રમણ રોકવા હવે લોકોએ સ્વંયભૂ એલર્ટ બનવું પડશે.કેમકે શનિવારે અમદાવાદ શહેર ઉપર ૨૪ કલાકમાં થયેલાં અતિક્રમણમાં નવા ૩૨૪૧ કેસ નોંધાયા છે.ઉપરાંત ૨૫ લોકોનાં મોત થયા છે.૭૨ કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ ૮૭૧૪ કેસ નોંધાયા છે.૭૨ કલાકમાં કુલ ૭૭ લોકોના મોત થયા છે.દર કલાકે અમદાવાદ શહેરમાં એકથી વધુ કોરોના સંક્રમિત વ્યકિતનું મરણ થવા પામ્યું છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા પંદર દિવસથી પણ વધુના સમયથી કોરોના સંક્રમણ રોજબરોજ નવી નવી ઉંચાઈ ઉપર જોવા મળી રહ્યો છે.શનિવારે માર્ચ-૨૦૨૦થી અમદાવાદ શહેરમાં શરૂ થયેલી કોરોના મહામારી બાદથી લઈને અત્યાર સુધીના સૌથી વધુ ૩૨૪૧ કેસ નોંધાયા હતા.આ સાથે જ અમદાવાદ શહેરમાં ગત વર્ષથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૯૩૮૪૬ કેસ નોંધાવા પામ્યા છે.શનિવારે શહેરમાં વધુ ૨૫ લોકોના મોત થતાં અત્યાર સુધીમાં કુલ ૨૫૩૦ લોકોના મરણ થવા પામ્યા છે.શનિવારે શહેરમાં ૬૪૭ લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ ૭૩૬૭૦ લોકો કોરોનામુકત થયા છે.
એકિટવ કેસની સંખ્યા ૧૫ હજારને પાર
આ વર્ષે અમદાવાદ શહેરમાં ફેબુ્રઆરી-૨૦૨૧માં કોરોનાના કુલ ૪૫ કેસ નોંધાયા હતા.૨૧ ફેબુ્રઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (AMC Elections 2021) માટેનું મતદાન યોજાયુ હતુ.૨૩ ફેબુ્રઆરીએ મતગણતરી થઈ હતી.એ પછી માર્ચ મહિનાની શરૂઆતથી જ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.કેસ વધવાની સાથે એકિટવ કેસની સંખ્યા પણ વધી રહી છે.૧૫ એપ્રિલે અમદાવાદ શહેરમાં કુલ એકિટવ કેસ ૧૦૬૫૭ હતા.૧૬ એપ્રિલે એકિટવ કેસ ૧૨૭૫૧ હતા જે ૧૭ એપ્રિલે વધીને સીધા ૧૫૦૭૭ ઉપર પહોંચી ગયા છે.એકિટવ કેસની સતત વધતી જતી સંખ્યા બતાવી રહી છે કે,અમદાવાદ શહેરમાં કેટલી ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યુ છે.
ગુજરાતમાં છેલ્લા 17 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
17 એપ્રિલ | 9541 | 97 |
16 એપ્રિલ | 8920 | 94 |
15 એપ્રિલ | 8152 | 81 |
14 એપ્રિલ | 7410 | 73 |
13 એપ્રિલ | 6690 | 67 |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
86,585 |
748 |