અમદાવાદઃ ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, એમાં પણ રાજ્યમાં અમદાવાદ (Ahmedabad) માં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે. શહેરમાં સૌથી વધુ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન (Micro Contentment zone) છે. એક જ દિવસમાં 42 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જોકે, બીજી તરફ 12 માઈક્રો કન્ટેમેન્ટ ઝોન હટાવવામાં આવ્યા છે.
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ વેસ્ટન પાર્કના 280 મકાનો માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આખી સોસાયટીને નિયંત્રિત ઝોનમાં મૂકવામાં આવી છે. 1000 લોકો આ સોસાયટીમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં છે. કુલ 288 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન શહેરમાં છે.
પૂર્વમાં મણિનગર, સરસપુર, ઇન્દ્રપુરી, ખોખરા, નિકોલમાં માઇક્રો કન્મેન્મેન્ટ છે. જ્યારે પશ્વિમમાં જોધપુર, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને નવા રાણીપમાં સૌથી વધુ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન છે.
અમદાવાદમાં કોરોનાની લહેર ઘાતક બની છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેટ રાકેશ જોશીનું કહેવું છે કે અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થઈ ગયો છે. રાકેશ જોશીના અનુસાર હાલના તબક્કે સમગ્ર પરિવાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે. જેને લઈ કહી શકાય કે અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. રાકેશ જોશીનું કહેવું છે કે માસ્ક અને વેક્સીન જ કોરોના સામે રક્ષણ આપી શકશે.
નોંધનીય છે કે, રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. ગઈકાલે 2217 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 8, સુરતમાં-2,બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, મહીસાગર, મહેસાણા, પંચમહાલ અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 દર્દીના મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4620 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 804, સુરત કોર્પોરેશનમાં 621, રાજકોટ કોર્પોરેશનમાં 395, વડોદરા કોર્પોરેશનમાં 351, સુરત 198, વડોદરા 124, પાટણ 111, વડોદરા-106, જામનગર કોર્પોરેશન 96, રાજકોટ 95, જામનગરમાં 79, ભાવનગર કોર્પોરેશન-66, મહેસાણામાં-66, ગાંધીનગર કોર્પોરેશન-40,ગાંધીનગર-39, કચ્છ-38, મહીસાગર-37, પંચમહાલ-37, ખેડા-32, મોરબી-31, દાહોદ-29, બનાસકાંઠા-26, ભાવનગર-24, ભરૂચમાં 22, જુનાગઢ-22, જુનાગઢ કોર્પોરેશન-21, અમરેલી-2-, અમદાવાદ-19,આણંદ-19, નર્મદા-19, સાબરકાંઠા-19, વલસાડ-19, નવસારી-15, દેવભૂમિ દ્વારકા-14, ગીર સોમનાથ-13 અને સુરેન્દ્રનગરમાં 11 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 71,86,613 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,74,677 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ-80,61,290 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.