અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ગઈ કાલે શહેરમાં માસ્ક ન પહેરવા પર અને જાહેરમાં થૂંકવા પર દંડ વધારીને 500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. તેમજ પાનના ગલ્લા પાસે થૂંકવાની પ્રવૃત્તિ થાય તો દુકાન ધારકને 10 હજારનો દંડ નક્કી કરાયો છે. આ એક્શન પ્લાનના અમલ માટે મનપાની 200 ટીમ દ્વારા આજે અલગ અલગ સ્થળ પર ચેકિંગ કરાશે.


શહેરમાં માસ્ક નહીં પહેરો તો 500 રૂપિયા દંડ ફટકારશે. તેમજ પાન ગલ્લા પર ટોળા દેખાય તો થશે 10,000 દંડ થશે. મનપાની ટીમ આજે દંડની સાથે સીલીંગની કાર્યવાહી પણ કરશે.