અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાંથી ફ્રેન્ડશિપ ક્લબના નામે હાઈપ્રોફાઇલ મહિલાઓ શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપી મેમ્બર બનાવવાના નામે પૈસા ખંખેરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોલ સેન્ટર પર રેડ કરીને કોલ સેન્ટરના માલિક તેમજ પૈસા ખંખેરતી પાંચ યુવતીઓ અને બે યુવકોની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. કોલ સેન્ટરથી ફોન કરીને હાઈ-પ્રોફાઇલ મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મેમ્બરશીપ ઓફર કરાતી હતી અને જેના પેટે રૂપિયા 800થી બે હજાર સુધીની રકમ પડાવાતી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, હાટકેશ્વર સ્થિત સોનલ કોમ્પલેક્સમાં રાઇટ વિઝન સન્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં કોલ સેન્ટર ચાલતું હતું. જેનો માલિક હાઈ-પ્રોફાઈલ મહિલાઓ સાથે મજા કરવાની લાલચ આપીને લોકો પાસેથી રૂપિયા પડાવતો હોવાની બાતમી સાઇબર ક્રાઇમને મળી હતી. ગઈ કાલે સાઈબર ક્રાઈમે દરોડો પાડી દુકાનમાંથી નિરવ શાહ (રહે.શાંતિ ટાવર, આંબાવાડી)ને પકડયો હતો.
નિરવ લોકોને લાલચ આપીને મેમ્બર બનાવતો અને આગળની સ્કીમ હિમાંશુ કાંતિલાલ પરમાર (રહે. ગુજરાત હા.બોર્ડ, મેઘાણીનગર પોલીસ સ્ટેશન પાછળ) સંભાળતો હતો. પોલીસે કોલિંગ કરતી મયૂરિકા મહેન્દ્ર મકવાણા (રહે.હાથીજણ), જીનલ વસંત મકવાણા (રહે.હાટકેશ્વર), તેજલ ગોવિંદ ચાવડા (રહે.હાટકેશ્વર), હિના જગદીશ આયર (રહે.વટવા) અને જયશ્રી ચીમન મકવાણા (રહે.ઓઢવ)ને પકડી પાડયા હતા.
આ અંગે આરોપીઓ સામે સાઇબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ દુકાનનો માલિક નીરવ પંકજ શાહ કોલ સેન્ટર ચલાવતો હતો અને તેમાં માણસો રાખી સામાન્ય લોકોને કોલ કરાતા હતા. જે ગ્રાહક યુવતીઓની વાતોમાં ફસાય અને સંબંધ બાંધવામાં રસ બતાવે તો તેને બે પેકેજની ઓફર થતી હતી.
હાઈપ્રોફાઇલ મહિલાઓ સાથે છ મહિના સુધી શરીર સંબંધના પેકેજની મેમ્બરશીપ રૂ.૮૦૦ હતી. લાઈફ ટાઈમ મેમ્બરશીપની ફી રૂ.૧,૦૦૦ હતી. ઉપરાંત એન્જોયમેન્ટ પ્લસ ઈન્કમના પેકેજની એક મહિનાની મેમ્બરશીપની ફી રૂ.૧,૦૦૦, ત્રણ માસની ફી રૂ.૧,૨૦૦, છ માસ માટે રૂ.૧,૫૦૦ અને લાઈફટાઈમ માટેની ફી રૂ.૨,૦૦૦ રાખી હતી. ગ્રાહક ફી ભરે પછી તેના પર મહિલાના ફોન આવતા હતી અને આ મહિલાઓ પુરુષોને લલચામણી વાતો કરી હતી અને પછી ફસાયેલા લોકો પાસેથી વધુ પૈસા પડાવાતા હતા.
અમદાવાદઃ ધનિક મહિલાઓ સાથે શારીરીક સંબંધો બાંધવાના નામે યુવકે બનાવ્યાં પેકેજ, 5 યુવતીઓને લીધી સાથે ને..
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Nov 2020 02:11 PM (IST)
હાટકેશ્વર સ્થિત સોનલ કોમ્પલેક્સમાં રાઇટ વિઝન સન્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં કોલ સેન્ટર ચાલતું હતું. જેનો માલિક હાઈ-પ્રોફાઈલ મહિલાઓ સાથે મજા કરવાની લાલચ આપીને લોકો પાસેથી રૂપિયા પડાવતો હોવાની બાતમી સાઇબર ક્રાઇમને મળી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -