અમદાવાદ:   અમદાવાદમાં વકીલના ઘરમાંથી 20 લાખ  અને સોનાના  દાગીનાની ધરફોડ ચોરી કરનાર આરોપી  ઝડપાયો છે.   આરોપી   પાસેથી 18 લાખ 39 હજાર રૂપિયાનો મુદ્દામાલ  પણ  રિકવર કરવામાં આવ્યો છે.   13 લાખ 47  હજાર રોકડા અને 4 લાખ 21 હજારની કિમંતના સોનાના દાગીના તેની પાસેથી મળી આવ્યા છે. આરોપીની ધરપકડ બાદ  અન્ય ચાર ઘરફોડ ચોરીનો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો છે.
 
સલીમ ઉર્ફે ઇરફાન જીલાની શેખને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.   આરોપી મૂળ હુબલી કર્ણાટકનો  વતની છે.  અમદાવાદમાં વટવા વિસ્તારમાં રહેતો હતો. આરોપી લોડિંગ રીક્ષા સાથે અલગ-અલગ વિસ્તારમાં ફરતો હતો.  પૈસાદાર  વ્યક્તિઓ રહેતા હોય તેવી સોસાયટી કે ફ્લેટના બંધ મકાનને નિશાન બનાવતો હતો. એકલા હાથે ચોરી કરી  મુદ્દામાલ લોડિંગ રીક્ષામાં મૂકી  નીકળી જતો હતો.


આરોપી પોતાની લોડિંગ રિક્ષા લઈને મજૂર બનીને ફરતો હતો. બંધ મકાનમાં પ્રવેશ કરી ચોરી કરી રફુચક્કર થઈ જતો હતો. આજ પ્રકારે ધરણીધર દેરાસર નજીક એક ફ્લેટમાં વકીલના ઘરેથી 22 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. જે સીસીટીવીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટેમ્પાનો નંબર મેળવી ટેમ્પા ચાલકની વટવાથી ધરપકડ કરવામાં આવી છે.


પકડાયેલા આરોપી સલીમ શેખની મોડસ ઓપરેન્ડી વાત કરીએ તો પોશ વિસ્તારમાં લોડીંગ રીક્ષા સાથે  વિસ્તારમાં ફરી પૈસાદાર વ્યક્તિઓ રહેતા હોય તેવી સોસાયટી કે ફ્લેટ બંધ હોય ત્યાં રેકી કરતો હતો. બંધ મકાનમાં દરવાજાનો નકૂચો તોડી મકાનની  અંદર પ્રવેશ કરી સોનાના દાગીના અને રોકડની  ચોરી કરતો હતો.  બંધ મકાનમાં ચોરી કરવાની હોય તેની નજીક પોતાની લોડિંગ રિક્ષા પાર્ક કરતો હતો.  ચોરી કર્યાનો મુદ્દામાલ લોડીંગ રીક્ષામાં મૂકી ફરાર થઈ જતો હતો.



આરોપી સલીમ ઉર્ફે ઈરફાન શેખ 3 વર્ષની અંદર 14થી વધુ ગુનાને અંજામ આપ્યો છે. જેમાં આરોપી સલીમ શેખ એલિસબ્રિજના ચોરીના ગુનામાં જેલમાંથી બહાર આવતા જ આ 14 જેટલા ચોરીના ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે. જો કે પાલડી, વેજલપુર અને કલોલ સીટી બંધ મકાનમાં ચોરી ફરીયાદ થઈ છે. આરોપી સલીમ શેખ ટેમ્પાની આડમાં ઘરફોડ ચોરી કરતો હોવાનું કબૂલાત કરી છે. સાથે જ આરોપી પોલીસના હાથે ઝડપાઈ નહીં તે માટે ટેમ્પાનો નંબર પ્લેટ ન  દેખાય તે રીતના રાખતો હતો. જો કે પોલીસ તપાસમાં ટેમ્પાનો માલિક બીજો હોવાનું સામે આવ્યું છે પરતું હાલ આરોપી સલીમ શેખ વધુ પુછપરછ શરૂ કરી છે.