Crime News: મણિનગર ભુલાભાઈ પાર્ક નજીક દવાખાનામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો છે. દવાખાનાના કબાટમાંથી યુવતીનો મૃત દેહ મળી આવ્યો હતો. હત્યાની આશકાના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. કાગડપીઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


6 વર્ષ પહેલા થયા હતા યુવતીના લગ્ન


યુવતીના લગ્ન 6 વર્ષ પહેલા થયા હતા. યુવાતી તેના પિતાના ઘરે એટલે પિયરમાં હતી. યુવતી અર્પિત શાહના દવાખાને કાનની સારવાર માટે આવતી હતી. પોલીસે મનસુખ નામના શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. મનસુખ  આ ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી રહ્યો છે અને યુવતીના પરિચિત છે.  ડોક્ટરના ક્લિનિકમાંથી બીજી લાશ પણ મળી હતી. જે યુવતીની માતાની હતી. દવાખાનામાંથી માતા-પુત્રીની લાશ મળતાં હડકંપ મચી ગયો હતો.




 આ યુવતીની લાશ અહીં કઈ રીતે આવી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આ યુવતીની પ્રાથમિક દષ્ટિએ હત્યા કરવામાં આવી હોય એવી શંકાના આધારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ હોસ્પિટલની અંદરથી મળેલી લાશ અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીનું નામ ભારતી વાળા હોવાનું સામે આવ્યું છે. મૃતક ભારતીને ડ્રગ્સનો ઓવરડોઝ અથવા કોઈ ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારાઈ હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે ભારતી હોસ્પિટલના એક યુવકના સંપર્કમાં હતી તેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.



મહિલા કોલેજના પ્રોફેસરે બે વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગણી કરી, દોઢ માસ સુધી કોઇ કાર્યવાહી ન થયાનો આરોપ


રાજકોટમાં ફરી એકવાર ગુરૂ અને શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર,  શહેરના કાલાવડ રોડ પર આવેલી માતૃશ્રી વીરબાઈમા મહિલા કોલેજના સાયન્સના પ્રોફેસરે બે વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગ કરતા સમગ્ર મામલો એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી પાસે પહોંચ્યો હતો. જોકે આઘાતજનક બાબત એ છે કે, બે વિદ્યાર્થિનીએ 3 મહિના પહેલા અરજી કરી હતી અને પ્રિન્સિપાલે દોઢ માસ સુધી તેમાં કોઇ કાર્યવાહી જ ન કરી હોવાનો આરોપ વિદ્યાર્થીનીઓએ મૂક્યો હતો.


બે વિદ્યાર્થિનીઓના મતે સપ્ટેમ્બર મહિનામાં એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલને અરજી કરી હતી. અરજી થયા બાદ લગભગ દોઢ મહિના સુધી કોઇ જ કાર્યવાહી થઈ ન હતી. આથી બંને વિદ્યાર્થિનીએ કોલેજના સંચાલકોને ફરી એકવખત પોતાની સાથે થયેલી ઘટના અંગે જવાબદાર પ્રોફેસર સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.