Ahmedabad Crime With Firing News: અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ પહેલા જ દારૂની મહેફિલ પાર્ટીના સમાચાર સામે આવ્યા છે, આ વખતે શહેરના બોપલ વિસ્તારમાં કેટલાક નબીરાંઓ ભેગા મળીને દારૂની મહેફિલ માણી અને બાદમાં ખુલ્લેઆમ ફાયરિંગ પણ કર્યુ હતુ, જોકે, વાત બહાર આવતા જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યુ હતુ. અને તમામને પકડવાની તજવીજ શરૂ કરી હતી,
અમદાવાદના બોપલમાં દારુની મહેફિલની ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. મદિરાપનના નશામાં કેટલાક નબીરાઓએ ફાયરિંગ પણ કર્યુ હતુ. જોકે, પોલીસ આવતા પાંચમા માળેથી ચોથા માળની છત પર કૂદવાનો પ્રયાસ કરતા બે નબીરાઓને ઇજા પહોંચી હતી. ઘટના સ્થળેથી US મેડ પિસ્તોલ અને 7 ખાલી કારતૂસ મળી આવ્યા હતા.
ઘટના એવી છે કે, અમદાવાદના બોપલ વિસ્તારમાં નશામાં કેટલાક લોકોએ ફાયરિંગ કર્યુ હતુ, જ્યારે પોલીસ પહોંચી ત્યારે બે લોકો પાંચમા માળેથી ચોથા માળની અગાસીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આથી બન્નેને ઈજા પહોંચી છે. પોલીસે દરોડા પાડ્યા તો ત્યાંથી આરોપીઓ પાસેથી બિયર અને દારૂની બોટલ પણ મળી આવી છે. જેમાં 24 જેટલી બિયર અને એક સ્કોચની બોટલ પોલીસે કબજે કરી હતી. હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ લોકો દારૂની મેહફિલ માણવા માટે ભેગા થયા હતા. પાર્ટીમાં કેટલાક જમીન દલાલ અને તેમની પાસેથી જે પિસ્તોલ મળી આવી છે તે પણ લાઇસન્સ વિનાની હોવાનું ખુલ્યુ છે. હાલ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસને યુએસ મેડ પિસ્તોલ, 7 ખાલી કારતૂસ મળ્યાં
મંગળવારે મોડી રાતે બોપલ વિસ્તારમાં મહાવીરસિંહ જાડેજા નામના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાની વિગત સામે આવી હતી. આ સંદર્ભે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. જેમાં પોલીસને સાત જીવતા કાર્ટિસ અને પિસ્તોલ મળી આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહાવીરસિંહ જાડેજાએ કચ્છના ધમાભાઈ પાસેથી યુએસ મેડ પિસ્તોલ ખરીદી હતી. આ પિસ્તોલ સાથે સાત ખાલી કારતૂસ પણ પોલીસને મળ્યાં છે. પોલીસ આવતા બે લોકોએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમને સામાન્ય ઈજા થઈ છે.
દારૂના નશામાં કરાયુ હતુ ફાયરિંગ
લોકો જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પોલીસ માની રહી છે. જેમાં ઋતુરાજની ઓફિસમાં જમીનનું કામ થતું હતું એવું સામે આવ્યુ છે... જ્યારે મહાવીર ભાવસિંગ જાડેજા કચ્છના છે અને એમની સાથે ફતુભા જાડેજા છે. બીજી તરફ તેમનો ડ્રાઈવર અને પટાવાળો પણ ત્યાં હતો. સમગ્ર મામલે હાલ બોપલ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે...