અમદાવાદ: ગુજરાતના જાણીતા સિંગર જીગ્નેશ બારોટ(જીગ્નેશ કવિરાજ) નામનું નકલી ફેસબુક આઈડી બનાવનાર આરોપી પ્રકાશને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જોકે આરોપીએ અગાઉ અનેક પોગ્રામ પણ જીગ્નેશ કવિરાજ સાથે કરાવ્યા હોવાનું સામે આવ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે આરોપી પ્રકાશનાં ભાઈનાં લગ્ન છે અને આજે જ તેને પોલીસે પકડી પાડ્યો છે. ગુજરાતી સિંગર જીગ્નેશ બારોટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી પ્રકાશ મહિલા સાથે સંપર્ક કરીને દાગીના પડાવતો હતો. બર્થ-ડેની ગિફ્ટ માંગી દાગીના પડાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ અંગે વધુ પૂછપરછ કરી રહી છે.

જીગ્નેશ બારોટ નામના ફેક આઈડી ની તપાસ કરતા યુઆરએલ પરથી આ ફેક આઈડી હોવાનું સામે આવતા જીગ્નેશ બારોટે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે તપાસ કરી પ્રકાશ નામનાં આરોપીની ધરપકડ કરી છે. આરોપી જીગ્નેશ કવિરાજનો જ ઓળખીતો છે અને તે અવાર નવાર જીગ્નેશ સાથે જ કાર્યક્રમોમાં જતો હતો.