લંડનમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ અંગે અમદાવાદના તબીબોએ મોટું નિવેદન આપ્યું છે. લંડનમાં સામે આવેલા વાયરસનો પ્રકાર માત્ર નવો છે. કોરોનાના અલગ અલગ 20 પ્રકાર છે, જેમાંનો એક પ્રકાર હાલ યુ.કે.માં સામે આવ્યો છે. યુ.કે.માં કોરોનાની બીજી લહેર પણ શરૂ થઈ હોવાનો તબીબોનો દાવો છે. કોવિડ-19 ના બદલાયેલા સ્વરૂપની ગતિ તબીબોના મતે ચિંતાજનક છે.
70 ગણી ગતિએ બદલાયેલો વાયરસ ફેલાતો હોવાનો તબીબોનો મત છે. હાલ વૈજ્ઞાનિકો યુ.કે.માં સામે આવેલા વાયરસ નું સંશોધન કરી રહ્યા છે.