અમદાવાદઃ અમદાવાદના વસ્ત્રાલમાં એક યુવક પર ફાયરિંગની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સોસાયટીના મેન્ટેનન્સ બાબતે યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. યુવકને માથાના ભાગે ગોળી વાગતા તેને ગંભીર ઇજા થઇ છે.


વસ્ત્રાલ રિંગ રોડ પાસે વાત્સલ્ય હાઈટ પાસે ઈશ્વર ઠાકોર નામના યુવાન પર ફાયરિંગ કરીને કેટલાક લોકો ફરાર થઇ ગયા હતાં. જેમાં પ્રદીપ રાજપૂત નામના શખ્સે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી યુવકના માથામાં ગોળી મારતા યુવકને ગંભીર ઇજા થઇ હતી. આ હુમલામાં યુવકને ખૂબ લોહી નીકળતા તે નીચે પછડાયો હતો. યુવકને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ શરૂ કરી હતી.


સુરેન્દ્રનગરમાં ભાજપ નેતાની હત્યા


સાયલા તાલુકાના ભાજપના નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાંખતા ભાજપના કાર્યકરોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સાયલા તાલુકાના સુદામડા ગામે ભાજપના હોદ્દેદાર પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલા કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજયું છે. જેને કારણે આ ગુનો હત્યામાં પરિણમ્યો છે. 


અંદાજે ૧૫થી વધુ અજાણ્યા શખ્શોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો તેમજ ૩ થી ૪ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેંગારભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અગાઉની ચૂંટણી બાબતનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો.


 


Omicron in India: ઓમિક્રોનને મ્હાત આપનારા Bengaluru ના ડોક્ટર ફરીથી Corona ની ઝપેટમાં, જાણો કેવા છે લક્ષણ


 


Omicron in India: ઓમિક્રોનને કારણે ભારતમાં આગામી આ મહિનામાં ત્રીજી લહેર આવી શકે છે, વૈજ્ઞાનિકે કર્યો દાવો


 


અમેરિકામાં બેંકમાં નાણાં મૂકવા ગયેલા ગુજરાતી પટેલ યુવકની હત્યા, દીકરીના બર્થ-ડે પર જ ગોળી મારી દેવાઈ...


 


Surat : કોર્ટે ફાંસીની સજા સંભળાવી ત્યારે નરાધમનું કેવું હતું વર્તન? જાણો વિગત