Ahmedabad Flower Show 2024 Ticket Price: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શો આ વર્ષે સામાન્ય નાગરિકો માટે થોડો મોંઘો થવા જઈ રહ્યો છે. ફ્લાવર શોને વધુ આકર્ષક બનાવવા અને તેને કોમર્શિયલ બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચનને અનુસરીને અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શોની ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.


આ વર્ષે ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવાર સુધી ટિકિટના ભાવ 70 રૂપિયા અને શનિવાર અને રવિવાર માટે 100 રૂપિયા રાખવામાં આવ્યા છે. ગત વર્ષે આ ભાવ અનુક્રમે 50 રૂપિયા અને 75 રૂપિયા હતા. ફ્લાવર શો સવારે 9:00 વાગ્યાથી રાતના 11:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.


આ વર્ષે ફ્લાવર શોમાં અનેક નવીન પ્રકલ્પો ઉમેરવામાં આવ્યા છે. જેમાં ફૂલોના સકલ્પચર, આઇકોનિક સકલ્પચર, ફ્લાવર બુકે અને ફ્લાવર વોલ જેવા આકર્ષણોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો પાછળ અંદાજે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે આ ખર્ચ 11 કરોડ રૂપિયાનો હતો.


ગયા વર્ષે ફ્લાવર શોએ અલગ જ આર્કષણ ઉભુ કર્યું


ગયા વર્ષે અમદાવાદના આ ફ્લાવર શોમાં શહેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની અને વિક્રમ લેન્ડર-ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ જોવા મળી રહી છે જેને અલગ જ આર્કષણ ઉભુ કર્યું છે. શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમથી  મુખ્ય પ્રવેશદ્વાર બનાવાયો છે જ્યારે બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાત, પતંગિયા, સાત ઘોડાની પ્રતિકૃતિ, જેવી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એ ઉદઘાટન બાદ મુખ્ય મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શોનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ સ્કલ્પચરને મુખ્ય મંત્રી સહિત સૌએ બિરદાવ્યા હતા.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 30 ડિસેમ્બરે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ,  મેયર પ્રતિભાબહેન જૈન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયા બાદ 15 જાન્યુઆરી, 2024 સુધી લોકો નિહાળી શકશે. અમદાવાદમાં સૌથી વધારે આકર્ષણ જમાવતા ફ્લાવર શો 2024માં અનેક ફૂલોની વેરાઇટી મૂકવામાં આવી છે. બાગ બગીચાને સજાવતી સામગ્રીના સ્ટોલ પણ મુકવામાં આવ્યા છે.


આ પણ વાંચો....


JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'