Ahmedabad Kalupur Railway Station: ટ્રેનોથી સફર કરનારા યાત્રીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે અમદાવાદથી વડોદરા, આણંદ તરફ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આપના માટે આ ખૂબ મહત્વના સમાચાર છે. કાલુપુર રેલવે સ્ટેશન પર અત્યારે રી-ડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના કારણે હાલમાં કેટલીક ટ્રેનો પ્રભાવિત થઇ શકે છે. અહીં જાણી લો ડિટેલ્સ...
ખાસ વાત છે કે, ત્રણ વર્ષના 2383 કરોડના ખર્ચે કાલુપુર રેલવે સ્ટેશનનું સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવશે. આ રેલવે સ્ટેશન પર યાત્રીઓને સુવિધા માટે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ભારતીય રેલવે, બૂલેટ ટ્રેન અને મેટ્રૉ ટ્રેન એક જ સ્થળે મળે તેવું ભારતનું સર્વપ્રથમ કાલુપુર રેલવે સ્ટેશન બનશે. આ રેલવે સ્ટેશન 2027માં સંપૂર્ણ બનીને તૈયાર થઈ જશે, તેવો આશાવાદ રેલવે વિભાગે વ્યક્ત કર્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન પર દૈનિક પેસેન્જરની વહન ક્ષમતા વધુ રહેશે. અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-3 પર સીસી એપ્રૉન રીપેરીંગ કામ માટે 30 દિવસ માટે બ્લૉકના કારણે કેટલીક પેસેન્જર-મેમૂ ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે પ્રમાણે છે.
આ ટ્રેનો સંપૂર્ણપણે કરાઇ છે રદ્દ
ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ મેમૂ તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી રદ રહેશે.
આંશિક રૂપે રદ્દ થયેલી ટ્રેનો
ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી આંશિક રદ રહેશે.
ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમૂ અમદાવાદ અને આણંદ વચ્ચે તારીખ 14.12.2024 થી 12.01.2025 સુધી આંશિક રદ રહેશે.
ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી આંશિક રદ રહેશે.
તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
રેલવે જનરલ ડબ્બાઓમાં વધતી માંગને પૂરી કરવા માટે એક સ્પેશિયલ મેન્યૂફેક્ચરીંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આ નાણાંકિય વર્ષમાં 1914 કૉચ પહેલેથી જોડાવામાં આવી ચૂક્યા છે, જેમાં 384 ઈએમયુ કોચ અને 185 મેમૂ કૉચ છે, જેનો લાભ લગભગ 72 લાખ યાત્રીઓને મળશે. પશ્ચિમ રેલવે દ્વારા જુલાઈથી ડિસેમ્બર સુધી 78 જોડી ટ્રેનોમાં જનરલ કૉચના લગભગ 150 નવા વધારાના ડબ્બા જોડવામાં આવ્યા છે.
આ પણ વાંચો
Ahmedabad: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા હુમલાને લઈ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે માનવસાંકળ બનાવીને વિરોધ