અમદાવાદઃ શહેરના બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતીએ પાડોશી સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદ છે કે, પાડોશીએ તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. પાડોશીએ યુવતી પાસે અભદ્ર માંગણી કરી હતી. જોકે, યુવતીએ વિરોધ કરતાં તે બગડ્યો હતો અને યુવતી સાથે મારામારી કરી હતી. આ અંગે યુવતીએ પાડોશી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના ઓઢવમાં પણ એક વ્યક્તિ પર હત્યાનો પ્રયાસ થયો છે. મારી પત્ની સાથે કેમ વાત કરે છે તેવું કહીને હુમલો કર્યો હતો. દિલીપ ઠાકોર નામના શખ્સે છાતીના ભાગે છરી મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ઓઢવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.