અમદાવાદઃ શહેરના નરોડામાં રહેતી 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી જુહાપુરાના યુવકે વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના સામે આવી છે. સરખેજ પોલીસે સગીરાની ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરવા પ્રયાસ હાથ ધર્યા છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, 17 વર્ષીય સગીરાને છેલ્લા 3 વર્ષથી જુહાપુરાના યુવક સાથે પ્રેમસંબંધ હતા. સગીરાએ યુવકના ઘરે જ અનેકવાર શરીરસંબંધ બાંધ્યા હતા. યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને વારંવાર મળવા બોલાવી તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો.
જેને કારણે સગીરાને 8 અઠવાડિયાનો ગર્ભ રહી ગયો હતો. દરમિયાન બંને વચ્ચે સંબંધો તૂટી ગયા હતા. આ અંગે સગીરાએ માતાને જાણ કરતાં સરખેજ પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad : 17 વર્ષીય સગીરા સાથે યુવકે માણ્યું વારંવાર શરીરસુખ, રહી ગયો ગર્ભ ને પછી......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Feb 2021 11:11 AM (IST)
17 વર્ષીય સગીરાને છેલ્લા 3 વર્ષથી જુહાપુરાના યુવક સાથે પ્રેમસંબંધ હતા. સગીરાએ યુવકના ઘરે જ અનેકવાર શરીરસંબંધ બાંધ્યા હતા.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -