અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં પાડોશમાં રહેતી યુવતીના પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ પ્રેમિકાની ભાભીએ લગ્ન માટે ઇનકાર કરી દેતા પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીની ગર્ભવતી ભાભીના પેટમાં લાત મારી દીધી હતી. પેટમાં લાત મારતાં ગર્ભમાં રહેલા બાળકનું મોત નીપજ્યું છે. આ અંગે નારોલ પોલીસે પ્રેમી સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, નારોલમાં રહેતા પંકજ ઉર્ફે ગોલુ પાંડેને પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ છે. બનાવના દિવસે પંકજ તેના માસીના દીકરા સાથે પ્રેમિકાના ઘરે ગયો હતો અને પ્રેમિકાની ભાભીને હું તમારી નણંદને પ્રેમ કરું છું અને મારા તેની સાથે લગ્ન કરવા છે, તેમ જણાવ્યું હતું.
જોકે, યુવતીની ભાભીએ આ લગ્ન માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. આથી પંકજ પ્રેમીકા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ભાભીએ ઝઘડો ન કરવાનું કહેતા પંકજે તેમને ધક્કો મારી દીધો હતો. જેને કારણે યુવતીની ભાભી નીચે પડી ગઈ હતી. આ પછી પંકજ તેને પેટના ભાગે લાત મારી ત્યાંથી જતો રહ્યો હતો.
પ્રેમિકાની ભાભી ગર્ભવતી હોવાથી પેટમાં લાત વાગતા તેમને દુખાવો ઉપડ્યો હતો. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં ડોક્ટરે ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Ahmedabad : 'હું તમારી નણંદને પ્રેમ કરું છું, તેની સાથે લગ્ન કરવા છે', ભાભીએ કરી દીધો ઇનકાર ને પછી જે થયું તે જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Feb 2021 10:41 AM (IST)
યુવતીના પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ પ્રેમિકાની ભાભીએ લગ્ન માટે ઇનકાર કરી દેતા પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીની ગર્ભવતી ભાભીના પેટમાં લાત મારી દીધી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -