અમદાવાદઃ કોરોના મહામારીને પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન-4 આગામી 31 મેના રોજ પૂરું થઈ રહ્યું છે, ત્યારે હવે સોમવાર, 1 જૂનથી સરકાર અમદાવાદમાં પાંચ મોટી છૂટછાટ આપી શકે છે. અમદાવાદના રેડઝોનમાં પણ સરકાર મોટી છૂટછાટ આપી શકે છે. નોંધનીય છે કે, લોકડાઉન-4 પૂરું થવા જઈ રહ્યું છે, ત્યારે લોકડાઉન-5ને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, લોકડાઉન લંબાશે કે નહીં તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે પણ પહેલી જૂનથી અમદાવાદમાં વધુ છૂટછાટ મળી શકે છે.


અમદાવાદીઓને કઈ પાંચ મોટી છૂટછાટ મળી શકે છે?

1. લોકડાઉન-4 પૂરું થયા પછી સરકાર બજારો ખોલવાની છૂટ આપે તેવી શક્યતા છે.
2. કન્ટેઈનમેન્ટ ઝોન એટલે કે રેડ ઝોનમાં લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ હટાવવાની સંભાવના.
3. પહેલી જૂન પછી રેસ્ટોરન્ટ અને હોટેલને ચાલુ કરવાની છૂટ મળવાની શક્યતા છે.
4. પહેલી જૂનથી દુકાનો સવારે 8થી સાંજના 6 સુધી ચાલુ રાખવાની છૂટ મળી શકે છે.
5. લોકડાન-4માં સાંજના સાતથી સવારે સાત વાગ્યા સુધી લોકોની અવર-જવર પર અંકુશ રાખવામાં આવ્યો છે. તેમાં બે કલાકનો ઘટાડો કરી દેવાની શક્યતા છે.