અમદાવાદઃ ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત વસ્તુના અમલીકરણ પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારના જવાબ પર હાઈકોર્ટે પોતાના હુકમનું અવલોકન કર્યુ હતુ. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે રાજ્ય સરકારે જરૂરી અને પુરતા પગલા લીધા છે. ઉત્તરાયણનો તહેવાય ઉજવાય, લોકો અને પક્ષીઓને ઈજાન ન થાય તે માટે જાગૃતિ વધારવા સરકારે કાર્યવાહી કરી છે.


સાથે જ હાઈકોર્ટે ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતી ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકવા નોટિફિકેશન ઈશ્યુ કરવાનું સરકારને કહ્યું છે. સરકારે હાઈકોર્ટ સમક્ષ કહ્યુ હતુ કે સુરતમાં સરકારે નવતર પ્રયોગ કરીને સુરતમાં દોરીથી ગળુ ન કપાય તે માટે લોકોને ગળામાં બાંધવાના નેક બેન્ડ વહેંચ્યા છે. તો સરકારે સોગંદનામુ કરીને કહ્યુ હતું કે એક જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1500થી વધુ FIR નોંધાઈ છે. શાળા કોલેજોમાં જાગૃતિ અભિયાન કરાયા છે. વિદ્યાર્થીઓ ચાઈનીઝ દોરી, તુક્કલનો ઉપયોગ નહીં કરે તેવા શપથ લેવડાવ્યા છે.. પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક્સ, સોશલ મીડિયામાં જાગૃતિ અભિયાન ચલાવાયા હતા. 100 નંબર અને 112 નંબર ડેડિકેટેડ હેલ્પલાઈન નંબર તરીકે જાહેર કરાયા છે. ગીચ વિસ્તારોમાં 53 જેટલી રિક્ષાઓમાં લાઉડસ્પીકર સાથે જાહેરાત કરી છે. પ્રસાર માધ્યમોમાં પ્રતિબંધ અંગેની 30 સેકન્ડની જાહેરાતો પણ અપાય છે.


પતંગ રસિયાઓને પડી જશે મોજ, જાણો ઉત્તરાયણે પવનની કેટલી રહેશે ગતિ


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તરાયણે સારો પવન રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. આગામી 2 દિવસ ઠંડી વધવાની શક્યતા છે. આવતીકાલે રાજ્યમાં 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ઉત્તરાયણ પર પવન સારો રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડી જામશે. સવારે અને સાંજે તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળશે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.


રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.